1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 18 જૂન 2024 (10:22 IST)

Nirjala Ekadashi 2024: નિર્જલા એકાદશી પર બની રહ્યા છે 3 શુભ યોગ, ભૂલથી પણ ન કરશો આ ભૂલ

nirjala ekadshi
nirjala ekadshi

જેઠ મહિનાના શુક્લ પક્ષની અગિયારસને નિર્જલા એકાદશી કહેવામાં આવે છે. 18 જૂનના રોજ 2024ના રોજ નિર્જલા એકાદશીનુ વ્રત રાખવામાં આવશે.  પદ્મપુરાણમાં નિર્જલા એકાદશી વ્રત દ્વારા મનોરથ સિદ્ધ થવાની વાત કહેવામાં આવી છે.  આ અગિયારસના વ્રતને વિધિપૂર્વક કરવાથી બધી અગિયારસના વ્રતનુ ફળ મળે છે.  આ અગિયારસનુ વ્રત વિધિપૂર્વક કરવાથી બધા પ્રકારના રોગ નાશ પામે છે.  આવો જાણીએ કયા 3 શુભ યોગમાં આ એકાદશી રહેશે અને કયા કામ આ દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ. 

 
એકાદશી તિથિ શરૂ - 17 જૂન 2024ના રોજ સવારે 04:43થી 
એકાદશી તિથિ સમાપ્ત - 18 જૂન 2024ના રોજ સવારે 06:24 સુધી. 
 
18 જૂનના રોજ રહેશે આ 3 શુભ યોગ 
 
શિવ યોગ - આ દિવસે રાત્રે 9 વાગીને 39 મિનિટ સુધી શિવયોગ રહેશે. 
 
સિદ્ધ યોગઃ શિવયોગ પછી સિદ્ધ યોગની સ્થાપના થશે.
 
ત્રિપુષ્કર યોગ: ત્રિપુષ્કર યોગ બપોરે 3:56 થી બીજા દિવસે સવારે 5:24 સુધી ચાલશે. 
 
નિર્જલા એકાદશી પર ભૂલથી પણ ન કરો આ કામઃ
 
1. આ દિવસે ભાત ન ખાવા જોઈએ. કારણ કે એવુ કહેવાય છે કે ભાત ખાનારો આવતા જન્મમાં કીડા મકોડાના રૂપમાં જન્મ લે છે.  
2. આ દિવસે મીઠુ ન ખાવુ જોઈએ. આ દિવસે સાત્વિક ફળાહાર જ કરવુ જોઈએ.  
3. આ દિવસે મસૂરની દાળ, મૂળો, રીંગણ, ડુંગળી, લસણ, સલગમ, કોબી અને કઠોળનું સેવન ન કરવું જોઈએ. દારૂ સહિત તમામ પ્રકારના માદક દ્રવ્યોથી પણ દૂર રહેવુ જોઈએ. 
4. એકાદશીના દિવસે તુલસીને પાણી ન ચઢાવવું જોઈએ અને ન તેને હાથ પણ ન લગાવવોજોઈએ. કારણ કે આ દિવસે તુલસી માતા વ્રત પર રહે છે.
5. આ દિવસે વ્રત કરતી વખતે કોઈના પ્રત્યે ખરાબ વિચાર ન કરવો જોઈએ. કોઈની ચાડી કરવાથી માન સન્માનમાં કમી આવી શકે છે.    આ દિવસે ગુસ્સો ન કરવો જોઈએ. દરેક પ્રકારના વાદ-વિવાદથી દૂર રહેવું જોઈએ.