બુધવાર, 15 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 6 ડિસેમ્બર 2024 (16:24 IST)

Panchak December 2024: શનિવારથી શરૂ થશે કષ્ટકારી મૃત્યુ પંચક, આ દરમિયાન શુ કરવુ શુ નહી ? અને આ 5 ઉપાય કરશો તો થશે લાભ

panchak
panchak
Panchak December 2024: પંચક એ સમયકાળ છે જ્યાર શુભ કાર્યોને કરવુ વર્જિત માનવામાં આવે છે.  બીજી બાજુ જો પાંચ દિવસ સુધી ચાલનારા પંચક શનિવારના દિવસે શરૂ થઈ રહ્યા છે તો તેને મૃત્યુ પંચક કહેવામાં આવે છે. જે ખૂબ જ કષ્ટકારી સાબિત થઈ શકે છે. મૃત્યુ પંચક દરમિયાન યાત્રા, શુભ કાર્યોની શરૂઆત વગેરે કરવુ સારુ માનવામાં આવતુ નથી.  આ સાથે જ આ દરમિયાન દક્ષિણ દિશાની યાત્રા પણ ન કરવી જોઈએ. જો કે કેટલાક એવા કાર્ય પણ છે જેને મૃત્યુ પંચક દરમિયાન કરીને તમે  નુકશાનની જગ્યાએ લાભ મેળવી શકો છો. આ ઉપાય ક્યા ક્યા છે આવો જાણીએ તેના વિશે...  
 
મૃત્યુ પંચક દરમિયાન ન કરશો આ કામ 
શનિવારથી શરૂ થતા પંચકને મૃત્યુ પંચક કહેવાય છે. આ સૌથી પીડાદાયક માનવામાં આવે છે. આ સમય દરમિયાન વ્યક્તિને અન્ય દિવસો કરતાં વધુ શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સાથે મૃત્યુ પંચક દરમિયાન અકસ્માતનું જોખમ સૌથી વધુ રહે છે.
 
મૃત્યુ પંચક દરમિયાન શું કરવું અને શું ન કરવું-
 
-  મૃત્યુ પંચક દરમિયાન કેટલાક કામ પર પ્રતિબંધ છે. ચાલો જાણીએ પંચક દરમિયાન શું કરવું અને શું ન કરવું...
મૃત્યુ પંચક દરમિયાન ખાટલો, પલંગ વગેરે બનાવવાની મનાઈ છે, આનાથી અશુભ પરિણામ મળે છે. પંચક દરમિયાન બિછાવેલી છત નીચે રહેતા સભ્યોમાં સુખ અને શાંતિ નથી રહેતી. પંચક દરમિયાન દક્ષિણ દિશામાં યાત્રા કરવાની મનાઈ છે. જો તમારે કોઈ કારણસર જવું પડતું હોય તો ભગવાન હનુમાનની પૂજા કરવાની સાથે તેમને ફળ અર્પણ કરો. જો પંચક કાળમાં કોઈનું મૃત્યુ થયું હોય તો પંચક દોષથી બચવા માટે 5 કુશ અથવા લોટના પૂતળા બનાવીને મૃતદેહની સાથે બિયર રાખવામાં આવે છે. તેમના વિધિવત અગ્નિસંસ્કાર પણ કરવામાં આવે છે.
 
મૃત્યુ પંચક દરમિયાન કરો આ કામ થશે લાભ 
બધા પંચકોમાં મૃત્યુ પંચકને સૌથી વધુ કષ્ટકારી માનવામાં આવે છે. શનિવારે શરૂ થવાને કારણે તેનુ નામ મૃત્યુ પંચક પડ્યુ છે. બીજી બાજુ રવિવારે શરૂ થનારા પંચકને રોગ પંચક કહેવામાં આવે છે. સોમવારે શરૂ થનારા પંચકને રાજ પંચકના નામથી ઓળખવામાં આવે છે.  આ જ રીતે દરેક પંચકને કંઈક ને કંઈક નામ આપવામાં આવ્યુ છે.  કષ્ટકારી મૃત્યુ પંચક દરમિયાન તમારે નીચે આપેલા ઉપાય કરવા જોઈએ. તેનાથી તમને લાભ મળી શકે છે. 
 
મૃત્યુ પંચક ઉપાય 
શનિવારથી શરૂ થનારા પંચક ભલે જ કષ્ટકારી હોય પણ આ દરમિયાન ગરીબની મદદ કરવી તમારે માટે ખૂબ જ લાભદાયક સિદ્દ થાય છે. આવુ કરવાથી શનિ દેવની કૃપા તમારા પર વરસે છે. 
 
બીજી બાજુ શનિવારે શરૂ થનારા પંચકમાં શનિવારના જ દિવસે તમારે છાયાદાન કરવુ જોઈએ અને ત્યારબાદ ભૈરવ બાબાની ઉપાસના કરવી જોઈએ. આ ઉપાય કરવાથી તમારા અનેક કષ્ટ દૂર થાય છે અને પંચક દરમિયાન પણ પરેશાનીઓનો સામનો કરવો પડતો નથી. 
 
પંચક દરમિયાન મહાકાળ ભગવાન શિવની પૂજા કરવી પણ ખૂબ જ શુભ હોય છે. આ દરમિયાન શિવલિંગ પર જળ અર્પિત કરવાથી અને શિવ ચાલીસાનો પાઠ કરવાથી તમારુ અહિત થતુ નથી.  આ સાથે જ શિવ જી ની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. તેથી પંચક કાળમાં તમારે શિવ પૂજા જરૂર કરવી  જોઈએ.  
 
શનિવારથી શરૂ થનારા પંચક દરમિયાન હનુમાનજીની આરાધનાનુ પણ વિશેષ મહત્વ છે. આ સમયમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને હનુમાન મંદિર જઈને દીપ દાન કરવાથી તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવે છે. તમારે કરિયર અને પર્સનલ લાઈફમાં આ ઉપાય કર્યા બાદ સારા ફેરફાર જોવા મળી શકે છે. 
 
 શનિવારના દિવસે કાળા રંગના વસ્ત્ર, જૂતા, તલ, કાળી અડદનુ દાન કરવાથી પણ તમે લાભ પ્રાપ્ત કરી શકો છો. આ વસ્તુઓ શનિના ખરાબ પ્રભાવને ઓછુ કરવાનુ કામ કરે છે. સાથે જ તમે પંચક દરમિયાન સુરક્ષિત રહો છો. આ વસ્તુઓનુ દાન શનિવારે કરવાથી તમારા બગડતા કામ બની શકે છે. 
 
આ ઉપાય ઉપરાંત શનિવારના દિવસે જો તમે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવીને પૂજા કરો છો તો તેનાથી પણ અનેક દુર્ઘટનાઓથી તમે બચી શકો છો.