સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 29 જૂન 2023 (13:39 IST)

દેવશયની એકાદશીના દિવસે વિષ્ણુને આ આ મંત્ર સાથે સૂવડાવો

દેવશયની એકાદશીના દિવસે વિષ્ણુને આ રીતે સૂવડાવો
 
આ દિવસે ભગવાન વિષ્ણુને શયન કરાવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. આ દિવસે શ્રી હરિને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે. બાદમાં ધૂપ-દીપથી પૂજા કરવામાં આવે છે. આ પછી ભગવાન વિષ્ણુના શયન માટે પલંગ તૈયાર કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુને પીળા કપડા પર શયન કરાવવામાં આવે છે. આ દરમિયાન શ્રાવણ, શારદીય નવરાત્રી, કરવા ચોથ, દીવાળી અને છઠ પૂજા જેવા મોટા તહેવારો ઉજવવામાં આવે છે.
 
વિષ્ણુને આ મંત્ર સાથે સૂવડાવો  ‘સુપ્તે ત્વયિ જગન્નાથ જમત્સુપ્તં ભવેદિદમ્। વિબુદ્ધે ત્વયિ બુદ્ધં ચ જગત્સર્વ ચરાચરમ્।।
 
 
દર મહિને બંને પક્ષમાં  આવતી એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુ માટે કરવામાં આવે છે. દરેક એકાદશીનું પોતાનું આગવુ મહત્વ છે. અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં ચાલ્યા જાય છે. અને કારતક માસના શુક્લ પક્ષની એકાદશીના દિવ સે  જાગે છે.
 
આ ચાર મહિનાને ચતુર્માસ તરીકે ઓળખવામાં છે. એટલું જ નહીં, શ્રી હરિ સૂઈ ગયા પછી તમામ શુભ અને માંગલિક કાર્યો બંધ થઈ જાય છે. આ દરમિયાન લગ્ન, મુંડન, જનોઈ, ગૃહ પ્રવેશ જેવા કોઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી. ભગવાન શ્રી હરિ ચાર મહિના શયનકાળમાં જવાનું કારણ શું છે?  આવો જાણીએ.. 
 
 ભગવાન શ્રી હરિ સૂઈ જવાને લઈને એક માન્યતા છે કે આ દરમિયાન વિશ્વમાં અંધકાર છવાય જાય છે.  ભગવાન વિષ્ણુ આ ઉથલપાથલને સંભાળતા ખૂબ થાકી જાય છે, તેથી તેઓ ચાર મહિના માટે સૂઈ જાય છે. આ દરમિયાન ભગવાન વિષ્ણુ વિશ્વને સંભાળવાનું કામ તેમના જુદા જુદા અવતારોને સોંપે છે. 


Edited By-Monica Sahu