શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 28 એપ્રિલ 2021 (07:30 IST)

બુધવારે આ ઉપાય કરવાથી ગણેશજી દૂર કરશે બધી મુશ્કેલી

ભગવાન ગણેશ ભક્તો પર પ્રસન્ન થઈને દુ:ખોને હરે છે. અને ભક્તોની બધી મનોકામના પૂરી કરે છે. કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા શ્રી ગણેશજીની પૂજા કરવામાં આવે છે. આજે અમે તમને બુધવારે કરવામાં આવતા કેટલાક ઉ પાય બતાવીશુ જેને અપનાવવાથી બધી પરેશાનીઓ દૂર થઈને ધનની પ્રાપ્તિ થાય છે.
 
ધન સંબંધિત સમસ્યાઓ માટે કેટલાક  શાસ્ત્રીય ઉપાય. ઉપાયો છે જે કોઈ ચોક્કસ દિવસ પર આધારિત છે. લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે, જે ગણેશને પુત્રની જેમ માને છે. તેથી, શાસ્ત્રો મુજબ બુધવારે આ દિવસે કરવામાં આવતા પૈસા સંબંધિત ઉપાય પણ ફળદાયક માનવામાં આવે છે.
 
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘણા ઉપાયો એવા છે જેની મદદથી તમે તમારી ઘણી મુશ્કેલીઓ દૂર કરી શકો છો આજે અમે એક એવો ઉપાય બતાવી રહ્યા  છે જે તમારું જીવન બદલી શકે છે.
 
લીલી વસ્તુઓનુ દાન કરો - આ દિવસે, તમારે લીલી શાકભાજી, દાળ અથવા કપડા જેવી લીલી વસ્તુઓનું દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ગરીબ લોકોને લીલી વસ્તુઓનું દાન કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે. આ માટે તમે સવારે પૂજા કર્યા પછી કોઈપણ મંદિરની બહાર બેઠેલા ગરીબ લોકોને લીલી ચીજોનું દાન કરી શકો છો.
 
ગણેશજીની રુદ્રાક્ષ માળા પહેરો - બુધવારે ગણેશજીની રુદ્રાક્ષ ધારણ કરવાથી શુભ ફળ મળે છે. તેથી, તમારે બુધવારે ગણેશ રુદ્રાક્ષની માળા ધારણ કરવી જોઈએ. રુદ્રાક્ષ પહેરતા પહેલા તેને દૂધમાં નાંખો અને તેને મંદિરમાં રાખો. તેની પૂજા કરો અને પૂજા કર્યા પછી જ તેને પહેરો. ગણેશ રુદ્રાક્ષ ધારણ કરવાથી સખત પરિશ્રમ થાય છે અને દરેક અવરોધ દૂર થાય છે.
 
ગાયને લીલું ઘાસ ખવડાવો - ગાયને બુધવારે નિશ્ચિતરૂપે લીલો ઘાસચારો ખવડાવવો જ જોઇએ. ગાયની સેવા કરવાથી ભગવાનના આશીર્વાદની સાથે સાથે દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે.