શુક્રવાર, 9 ડિસેમ્બર 2022
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified શનિવાર, 22 મે 2021 (05:58 IST)

શનિદેવને ખૂબ પસંદ છે આ ફૂલ, આ રીતે કરશો અર્પિત કરશો તો ખરાબ છાયા નહી પડે

શનિવારનો દિવસ ન્યાયના દેવતાને સમર્પિત છે. શનિ દેવતા દરેક કોઈ તેમના સારા અને ખરાબ કર્મોનુ ફળ આપે છે. બીજી બાજુ શનિદેવની કઠોર નજર કોઈની પર ડે તો તેને શન્ની ઢૈય્યા કે શનિની સાઢે સાતી કહે છે. એવુ માનવામાં આવે છે કે દરેક વ્યક્તિની જીદગીમાં એક વાર શનિની દશાનો સામનો કરવો પડે છે. પણ જે લોકો પર શનિદેવની ખરાબ નજર પડે છે તે શનિવારે કેટલાક ખાસ ઉપાય કરીને તેમને ખુશ કરઈ શકે છે આવો આ ઉપાયો વિશે 
 
1. આંકડાનુ ફુલ ચઢાવો - શનિદેવને આંકડાનુ ફુલ પ્રિય છે. તેથી તેમની કૃપા મેળવવા માટે શનિવારના દિવસે સરસવના તેલ સાથે આંકડાના ફુલ ચઢાવો. તેનાથી શનિદેવની જલ્દી જ કૃપા વરસશે 
 
2. આખી દાળ અને તલનુ કરો દાન - શનિદોષથી મુક્તિ મેળવવા માટે શનિવારના દિવસે આખી દાળ અને તલનુ દાન કરો. આ ઉપરાંત તેના થોડા દાણા ખિસ્સામાં મુકવાથી પણ લાભ થાય છે. 
 
3. હનુમાનજી અને શિવજીની પૂજા કરો - શનિદેવને હનુમાનજી ખૂબ પ્રિય છે. તેથી શનિવારે શનિદેવ સાથે હનુમાનજીની પણ પૂજા કરો. માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી શનિની ખરાબ દ્રષ્ટિથી બચ્યા રહે છે. આ દિવસે શિવ ચાલીસા, હનુમાન ચાલીસા,સંકટ મોચન હનુમાન  અષ્ટક વગેરેનો પાઠ કરો. 
 
4 લોખંડનુ દાન - ધાર્મિક માન્યતાઓ મુજબ  આ દિવસે લોખંડ ખરીદવાથી બચવુ જોઈએ. નહી તો શનિદેવ નારાજ થાય છે. બીજી બાજુ લોખંડનુ દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. 
 
5. શનિવારે મીઠુ ખરીદવાથી બચો - ધાર્મિક માન્યતાઓ મુજબ આ દિવસે મીઠુ ખરીદવાથી શનિદેવની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. આવામાં જીવનમાં આરોગ્ય અને આર્થિક રૂપે સમસ્યઓઅ થઈ શકે છે. તેથી સારુ રહેશે કે આ દિવસને બદલે કોઈ અન્ય દિવસે મીઠુ ખરીદો.