મંગળવાર, 3 ફેબ્રુઆરી 2026
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 3 ફેબ્રુઆરી 2026 (08:38 IST)

જય મોગલ માં - શ્રી મોગલ ચાલીસા

mogal mata
mogal mata
 
શ્રી મોગલ ચાલીસા
 
ઓખાધરા ને ઉજાળવા, જાહર ચારણ જાત, જન્મી ધાંધણીયા દેવસૂર ઘર ધન ધન 'મોગલ માત',
ચતુરાઈથી ચીતર્યા ચાકળા, બાય બાંધ્યા તારા બારણે, એમાં હોય જો ઉણપ તો રંગ પુરજે માં મોગલ
હુકમ રતા હાજર થજે, માં મોગલ પલમાંય, હજારો વિઘ્નો માત હરજે, નવલાખ તેજાળી બાય
 
 
નમું પાય 'મોગલ' મહમાયા, ગાવું ગુણ મહિમા ચોપાઈ,
સેવક કાજ સુધારો સદાય, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
ગોરવીયાળી નેહે નિહાળી, દેવસૂર ધાંધણીયા ઘેર જન્મી,
ભાં 'ઉમા' ભવ તારણ હારી, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
ધન ધન ચારણ કુળ ઉજાળી, પૂરણ છો પ્રગટ પરચાવાળી,
દેવ-દાઢાળી જબ્બર જોરાળી, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
ઓખાધરા ઉજાળવા ભાળી, મઢરાણેસર નજર ભળાણી,
જાગ્યા-જોરાળી, માં જગ-જનની, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
માથે નાગ-ફણીધર વાળી, ઓપે કાળા ભેળીયા વાળી,
સિંહ અસવાળી તન-તેજાળી, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
છબી મંદિર મેં ઘર ઘર ભાળી, મુરતી છે શુભ મંગલ કારી,
દર્શન દેખુ દશે-દિશાળી, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
વ્યોમ-ભોમ પાતાળ નિવાસી, મઢ-ગઢ પાદરમાં પરચાળી,
તરલ-તરની જાહેર જનની, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
પૂજન-અરચન નિત કરે દર્શન, સેવક તારા મન કરે સમરણ,
ભેરે રેજો ભીડ ભવાની, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
પર હીત કાજે હીત કરનારી, દેખી દયાળી બળ ભળ પુરનારી,
કરો કૃપા કરૂણા કરનારી, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
આવે પાય નમે નરનારી, બાઘા-આખડી ધરે પ્રસાદી,
માગ્યા દાન આપે વરદાળી, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
માત રૂપાળી રૂપાના ઘટની, વંદન કરૂ વિફળના ગઢની,
ખબરૂ લેજે માં ખમકારી, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
શોળ-શિરે શણગાર જબુકે, કંકણ ઝાંઝર ઘુઘરી ખમકે,
એવા રૂપ-અનુપમ શોહે, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
જણણ જાલર નોબત વાગે, જળહળ જ્યોત અખંડીત પ્રજળે,
આરતી સાંજ-સવારે ઉતરે, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
કોપે ત્યાં ક્રોધાળી ડણકે, સિંહણ - રૂપ અવરેલી ધુંણે,
ભુલ કરે તેને ભુ-પિવરાવે, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
ડાક વાગે ત્યાં મોગલ હરખે, ધુપ ધુવાડે ખમા હોંકારે,
ધાર્યા કામ કરે ખપરાળી, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
ભાવેણા પાદર પરગટ છો, ધીરજ દ્વારે ધૈર્ય દરીજો,
થાનક મોગલ હાજરા હજુર છો, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
સાજા-તાજા રહે સુખી સૌ, એક જ મોગલ નામ રટે જો,
ભવ સાગર એ પાર કરે જો, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
અરજી ઉરમાં મોગલ ધરજો, વિપત વેળા વેલી વળજો,
એવી અમર આશાઓ કરજો, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
કાળા નાગનો કોરડો લીધો, રણ મારગનો પંથ તે લીધો,
દુરી જનનો સંહાર જ કીધો, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
છે કળી કાળ આ કપરો માડી, એમા દેજે સહારો આઈ
રંકજનોની કર રખવાળી, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
ગામ સામરખા આઈ રૂપાળી, જન્મયા જગદંબા જયજય કારી,
ગામ ગીરાસ કોરટમાં જીતાવી, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
કાપડે કાપડે રાણેસર પધારી, પડદે પડદે વાતુ પલ પલ કીધી,
વેલ વેલ વધારી આઈ રૂપાળી, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
સાડા ત્રણ પાડામાં પુજાણી, કર કર લેવા તરવાડે આવી,
કુળ કુળ ચારણને માતે ઉગારી, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
ચાર-ચાર પહોર આંઠ વારે સમરે, માં માં ભય-લોગ દારીદ્રો હટાવે,
વિધન વિધન હજારો માત હરીલે, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
તુજ તુજ વિન જગમાં નહિ જીતાય, વિજય વિજય સદાય છે તારી કૃપાઈ,
રાવુ રાવુ સુણ રૂપાના ઘટની, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
ના ના રહે ઉગારવા આરો, ત્યારે ત્યારે દે છે માત સહારો,
મજ મજ દરીયા માં નાવડી તારો, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
શિરે શિરે ઓઢીયો છે ભેળીયો ભારી, જાણે જાણે પુનમ-ચાંદ પ્રકાશી,
નવરાતે નવરાતે માં રમવા નિસરી, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
જપ-તપ મોગલ પાઠ કરજે, સવળા એના કામ કરે એ,
નહી બાઘા કોઈ વિધન પડે જો, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
આદિ-અનાદી યુગે યુગે માં, તું અવતરી ઉમા-જગદંબા,
તું જ વિણ ના કરે કોઈ ખમા, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
પરીતાપ-પાપમાં સઘળા કાપો, તુ જ શરણમાં સેવા આપો,
એવા માં વરદાન આપો, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
ચૈતર અષ્ટમી માં ઉજવાયી, હોમ-હવન રાણેસર થાયી,
ભાગે ભુત-પિચાશ પલમાયી, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
હોય રાજા કે રંક-ગરીબો, ભેદ ના રાખે માત જરીજો,
ભીડે ભવાની ભેરે રહેજો, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
છોરૂ કદીના માં તરછોડે, પરમ સ્નેહ સતપંથ બતાવે,
પરહિત કાજે હીત કરે એ, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
સમરણ તારૂ છે સુખકારી, છે મહિમા માં અપરંપારી,
શરણે લેજો માત સ્વીકારી, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
પઢે પાઠ 'મોગલ ચાલીસા' રાખે એની ચડતી કળા માં,
પાર ઉતારે ભૌ સાગર માં, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
અંધ જનોને દ્રષ્ટિ દેનારી, નિરવંશના વંશ રાખનારી,
અબળાને સબળા કરનારી, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
નવ લાખ નેજાળી નમુ નારાયણી, નભ ઉંડળમાં તુ વસનારી,
તું જ વિણ અણુ-અણું હીલે નહી, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
ચાર-પાદ ચોપાઈ ચાલીસા, મહીમા-ગુણ ગવાય મોગલ માં,
ગાવે નિશ-દિન નર નારીમાં, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
સુખ સંપત-બુધ્ધિ-બલ પાવે, જે મોગલ ચાલીસા ગાવે,
ધીરજ પાય નમી ગુણ ગાવે, જય 'મોગલ' માં મચ્છરાળી ।।
 
રીજવે રાજ, ક્વી કરજોડી, મેર કરો અભિલાષા પુરી,
ગાવું મોગલ ચાલીસા ચોપાઈ, જય 'મોગલ' માં મચ્છરાળી ।।