રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 23 ઑક્ટોબર 2023 (17:43 IST)

Vijayadashami 2023 - દશેરાના દિવસે આ પક્ષીનુ દેખાવવુ છે ખૂબ જ શુભ, ઘરમાં સુખ સમૃદ્ધિનો થશે વાસ અને દરિદ્રતા થશે દૂર

neelkanth
neelkanth
આ વર્ષે દશેરા 24 ઓક્ટોબર 2023ના રોજ છે. દશેરાના દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો, જેને કારણે દેશભરમાં દશેરાનો આ તહેવાર ઉજવાય છે. આ પર્વને બુરાઈ પર અચ્છાઈની જીતના રૂપમા જોવામા આવે છે.  આ વર્ષે દશેરા 24 ઓક્ટોબર 2023ના રોજ છે. દશેરાના દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. જેને કારણે તે દેશભરમાં દશેરાનો આ તહેવાર ઉજવાય છે.  આ તહેવાર બુરાઈ પર અચ્છાઈની જીતના રૂપમાં જોવામાં આવે છે. જો કે આ તહેવારને લઈને અનેક માન્યતા છે જેમાથી એક માન્યતા એ પણ છે કે આ દિવસે જો કોઈ નીલકંઠ પક્ષીના દર્શન કરી લે છે તો તેનુ સૌભાગ્ય ખુલી જાય છે. કહેવાય છે કે નીલકંઠ પક્ષીના દર્શનથી તમારા બધા બગડેલા કામ યોગ્ય થઈ જાય છે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ પણ આવે છે. આવી માન્યતા કેમ છે ચાલો જાણીએ.  
 
આ કારણથી આ પક્ષીના દર્શન માનવામાં આવે છે શુભ 
પૌરાણિક વાર્તાઓ મુજબ ભગવાન રામ જ્યારે લંકાપતિ રાવણનો વધ કરવા જઈ રહ્યા હતા. તો વચ્ચે રસ્તામાં તેમને નીલકંઠ પક્ષીના દર્શન થયા હતા. એવી માન્યતા છે કે આ પક્ષીના દર્શનને કારણે જ તેમને રાવણનો વધ કરવામાં સફળતા મેળવી. 
 
નીલકંઠને જોતા આ મંત્રનો કરો જાપ 
દશેરાના દિવસે નીલકંઠ પક્ષી દેખાય તો આ મંત્રનુ ઉચ્ચારણ કરો. કૃત્વા નીરાજનં રાજા બાલવૃદ્ધયં યતા બલમ. શોભનમ ખંજનં પશ્યેજ્જલગોગોષ્ઠસંનિઘૌ || નીલગ્રીવ શુભગ્રીવ સર્વકામફલપ્રદ | પૃથ્વીયામવતીર્ણોસિ ખજ્જરીટ નમોસ્તુ તો ।।'' મતલબ ખંજન પક્ષી તુ આ ઘરતી પર આવ્યા છો. તારુ ગળુ કાળુ અને શુભ છે, તુ બધી ઈચ્છાઓને આપનારો છે. હુ તમને નમસ્કાર કરુ છુ.  
 
દર્શન કરવાના ફાયદા 
હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે દશેરાના દિવસે જો તમને નીલકંઠ પક્ષીના દર્શન થઈ જાય તો તે તમારે માટે ખૂબ શુભ છે. તેના દર્શન માત્રથી તમારી દરેક મનોકામના પુરી થશે. સાથે જ તમારા બધા બગડેલા કામ પણ બની જશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ પણ આવે છે. 
 
જો ન દેખાય નીલકંઠ તો આ રીત અપનાવો 
આકાશમાં દિવસો દિવસ પક્ષીઓની ઘટતી સંખ્યાને જોતા એ તો કહી નથી શકાતુ કે નીલકંઠ પક્ષીના દર્શન જરૂર જ થઈ જાય.  પણ આવી સ્થિતિમાં તમે એક કામ જરૂર કરી શકો છો. તમે નીલકંઠ પક્ષીનુ ચિત્ર ઈંટરનેટ પરથી ડાઉનલોડ કરીને તેના દર્શન કરી શકો છો.