ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 8 ડિસેમ્બર 2017 (10:23 IST)

શુક્રવારે કરો જ્યોતિષના આ નાના નાના ઉપાય

કુંડળીમાં  શુક્ર ગ્રહ અશુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિને પૂર્ણ સુખ સુવિદ્યાઓ પ્રાપ્ત થતી નથી. સાથે જ વૈવાહિક જીવનમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. શુક્રના દોષો દૂર કરવા માટે શુક્રવારે વિશેષ ઉપાય કરી શકાય છે. શાસ્ત્રો મુજબ શુક્રવારે દેવી લક્ષ્મીના ઉપાયો પણ કરી શકાય છે. અહી જાણો નાના-નાના 5 ઉપાય 
 
1. દરે શુક્રવારે શિવલિંગ પર દૂધ અને જળ અર્પિત કરો. સાથે જ ૐ નમ: શિવાય મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108 વાર કરવો જોઈએ. મંત્ર જાપ માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો જોઈએ. 
2. કોઈ ગરીબ વ્યક્તિને કે કોઈ મંદિરમાં દૂધનું દાન કરો. 
3. શુક્રવારે કોઈ વિવાહિત સ્ત્રીને સુહાગના સામાનનુ દાન કરો. સુહાગનો સામાન જેવી કે બંગડીઓ, કંકુ, લાલ સાડી. આ ઉપાયથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. 
4. શુક્રથી શુભ ફળ મેળવા માટે શુક્રવારે શુક્ર મંત્રનો જાપ કરો. મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઈએ. 
શુક્ર મંત્ર - द्रां द्रीं द्रौं स: शुक्राय नम:. 
5. શુક્ર ગ્રહ માટે આ વસ્તુઓનુ દાન પણ કરી શકાય છે. હીરા, ચાંદી, ચોખા, સાકર, સફેદ વસ્ત્ર, દહીં, સફેદ ચંદન વગેરે.  આ વસ્તુઓના દાનથી શુક્રના દોષ ઓછા થઈ શકે છે.