શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 11 નવેમ્બર 2021 (00:28 IST)

જલારામ વાણી - વીરપુર જાઉ જલારામને મનાઉ

વીરપુર જાઉ જલારામને મનાઉ 
સેવા પૂજા લઈને ચરણોમાં ઘરાવુ 
 
બાપા સત્સંગ કરવા સાધુ આવતા 
આવી આંગણીયામા અહલેખ જગાવતા 
કરતો સએવા તુ તમામ, લેતો મુખે રામ નામ 
જગમા તારો જય જય ગાવ... વિરપુર 
 
બાપા જોડી ધોકો જગમાં પુજાય છે 
એને ધૂપ ધજા શ્રીફળ ઘરાય છે 
દેતો દુખીયાને વિશ્રામ, એવા જલા તારા કામ 
તારો મહીમા હુ શુ ગાવ.. વિરપુર 
 
બાપા સાધુડાને સોંપી તે કામીની 
ભક્તિ ઉજાળી તે અમર ધામની 
મનમા ઉપયો નહી સંતાપ, તારે અલખનો પરતાપ 
તને અંતરથી વધવુ .. વિરપુર 
 
બાપા આરે કળયુગમાં વેલા આવજો 
આવી માનવને સત્ય સમજાવજો 
નથી માનવને વિશ્વાસ, નથી સ્મરણ શ્વાસોશ્વાસ 
કલ્યાણ અરજ લઈને આવુ.. વિરપુર