Vivah Panchami 2022- નામ "વિવાહ પંચમી" પણ આ દિવસે લગ્ન કરવુ અશુભ! જાણી લો કારણ અને તારીખ
Vivah Panchami 2022- હિંદુ ધર્મમાં વિવાહ પંચમીને ખૂબ મહત્વપૂર્ણ તિથિ ગણાય છે. વિવાહને સમર્પિત આ તિથિને વિવાહ કરવુ અશુભ ગણાય છે. તેના પાછળ એક ખાસ કારણ છે.
Vivah Panchami date 2022- હિંદુ પંચાગ મુજબ માગશર મહિનાના શુક્લ પક્ષની પાંચમને વિવાહ પંચમી (Vivah Panchmi) ગણાય છે. આ દિવસને હિંદૂ ધર્મમાં ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે કારણ કે આ દિવસે ભગવાન રામ અને સીતાનો લગ્ન થયો હતો. તેથી તેને વિવાહ પંચમી કહેવાય છે અને દર વર્ષે આ દિવસે રામ-સીતાનો વિવાહોત્સવ ગણાય છે. આ વર્ષે વિવાહ પંચમી 28 નવેમ્બર 2022 સોમવારે છે. ભલે જ આ તિથિનુ નામ વિવાહ પંચમી છે પણ વિવાહ પંચમીના દિવસે લગ્ન કરવો અશુભ ગણાય છે.
વિવાહ પંચમી પર શા માટે નથી કરાય લગ્ન
જ્યોતિષ શાસ્ત્રમાં વિવાહ પંચમીને લગ્ન જેવા માંગલિક કાર્ય માટે સારુ નથી ગણાતા. વિવાહ પંચમીના દિવસે લગ્બ કરવાથી બચવો જ સારું છે. હકીકતમાં આ દિવસે ભગવાન રામનુ માતા સીતાથી લગ્ન થયો હતો. ભગવાન રામની સાથે લગ્ન પછી માતા-સીતાને તેમના જીવનમાં ઘણા દુખોનો સામનો કરવો પડ્યો હતો. તેથી માતા-પિતા આ દિવસે તેમની દીકરીઓના લગ્ન કરવા ટાળે છે. જેથી તેમના જીવનમાં કોઈ દુખ ન આવે અને તે હમેશા સુખી જીવન પસાર કરે.
માતા સીતાએ ઘણી મુશ્કેલીઓ સહન કરી હતી
રાજા જનકની દીકરી સીતાને ભગવાન રામની સાથે 14 વર્ષનુ વનવાસ કાપવો પડ્યો હતો સાથે જ રાવણ દ્વારા અપહરણ થયા પછી માતા-સીતાને લંકામાં પણ ખૂબ કષ્ટ ઉપાડવું પડ્યું. તે પછી જેમ-તેમ તેમના સાસરિયા અયોધ્યા પહોંચ્યા પછી પણ માતા-સીતાનો સંઘર્ષ પુરૂ નથી થયો અને તેણે એક ઋષિના આશ્રમમાં તેમના દીકરાઓ લવ-કુશને જનમ આપવો પડ્યો હતો. સાથે જ તેમના પુત્રોનો લાલન-પાલન પણ આશ્રમમાં જ થયો હતો. તેથી લોકોના મનમાં ડર રહે છે કે વિવાહ પંચમીના દિવસે લગ્ન કરવાથી તેમની દીકરીને પણ વિવાહિત જીવનમાં કષ્ટ ન ઉઠાવવું પડે.
(Edited BY-Monica Sahu)