શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 17 નવેમ્બર 2014 (17:09 IST)

આ મંત્રોનું જાપ કરો તમારી દરેક મનોકામના પૂરી થશે..

ભગવાન રામે માતા શબરીના નિવેદનપર તેનાં ભક્તિનો જ્ઞાન આપતા કહ્યું કે "મંત્ર જપ મમ દૃઢ વિશ્વાસા ! પંચમ ભજન સો વેદ પ્રકાશા ! 
 
એટલે  મંત્ર જાપ કરવું પણ મારી પાંચવી પ્રકારની ભક્તિ છે ,એવું વેદમાં પણ કહ્યું છે. તાત્પર્ય છે કે કોઈ પણ પ્રાણી કલ્યાણ કારક મંત્રોનો તે મંત્રને યોગ્ય જપનીય માલા દ્વ્રારા સવિધિ જપ કરીને પોતાના કાર્ય સિદ્ધિ કરીને ઈષ્ટને પ્રાપ્ત કરી શકાય છે. 
 
મંત્રોનું જાપ કરવા પર જો સફલતા નહી મળે તો એનું આ મોટું કારણ આ હોય છે કે લોકો જે મનોકામનાની પૂર્તિ જપ કરે છે તેના અનૂકૂળ માલાનો પ્રયોગ નહી કરે,તેથી જપમાં માળાનો મોટું મહત્વ છે. 
 
જે માલાન ઓ જાપ કરવું છે તેનું સંસ્કાર અને શુદ્ધિ કરવું પણ જરૂરી છે. એક પાત્રમાં પંચગવ્ય ( ગાયના દૂધ ,દહીં , ઘી ગોબર અને ગોમૂત્ર ) લો. તેમાં થોડી કુશા નાખો અને તે માલાને શુદ્ધ કરો . પછી ગાયત્રી મંત્ર બોલતા માળાને હલાવો. એના પછી પીપળમા પાંદડા પર માલાને રાખી ગંગાજળથી સ્નાન કરાવો. 
 
મંત્ર જાપ અને સાધના કરતા સમયે સર્વપ્રથમ સ્નાનાદિથી નિવૃત થઈને આસન સ્થાપિત કરો. તેના પછી પૂર્વ  કે ઉત્તરની તરફ મુંહ કરી દીપ પ્રગટાવી આ મંત્ર વાંચો "દીપો જ્યોતિ પરં બ્રહ્મ દીપો જ્યોતિજનાર્દન : દીપો હરતુ મે પાપં ,પૂજા દીપ નમોસ્તુતે . શુભમં કરોતુ કલ્યાણં આરોગ્ય સુખસમદામ . શત્રુ બુદ્ધિ વિનાશાય પૂજા દીપ નમોસ્તુતે. 
 
એના પછી પોતાના ઈષ્ટ દેવની પંચોપચાર કે ષોડશોપચાર કરીને જપનીય માલાના સુમેરૂને બન્ને નેત્રોના મધ્ય બ્રહ્મરંધને સ્પર્શ કરાતા આ મંત્રને બોલતા આ મંત્રન અભિમંત્રિત કરો. 
 
ૐ માં માલે મહામાયે સર્વશક્તિ સ્વરૂપિણી ચતુર્વર્ગસ્તવ્યિ ન્યસ્ત્સ્તસ્માન્મે સિદ્ધિદા બહ્વ . ૐ અવિઘ્નમ કુરૂ માલે ત્વં ગૃહામિ દક્ષિણે કરે જપકાલે ચ સિદ્ધધ્યર્થ પ્રસીદ મમ સિદ્ધયે ૐ અક્ષમાલાધિપતયે સુસિદ્ધિ દેહિ દેહિ સર્વમાર્થસાધિની સાધ્ય-સાધ્ય સર્વસિદ્ધિ પરિકલ્પય પરિકલપય મે સ્વાહા. 
 
જ્યારે જપ પૂર્ણ થઈ જાય તો પછી તે માલાને બ્રહ્મરંધના મધ્યે રાખો અને આ મંત્ર ૐ ગુહ્મગોપ્તી ત્વં ગૃહાણાસ્મત્કૃંત જપં. સિદ્ધિભર્વત મે દેવ ત્વત પ્રસાદાન્મેશ્વરી વાંચતા પ્રણામ કરો. આવું કરવાથી તમારા બધા ઈચ્છિત મનોરથ પૂર્ણ થશે. 
 
મણકાને અનામિકા અને અંગૂઠાના આગળના ભાગને જોડીને તેના પર રાખવું અને મધ્યમા આંગળી ચલાવતા રહો. બીજા કોઈ પણ આંગળીના પ્રયોગ જપમાં નિશેધ છે. 
 
 
કમલગટ્ટાની માલા ધન પ્રાપ્તિ માટે પુત્રજીવાની માલા સંતાન પ્રાપ્તિ માટે અને મૂંગાની માળા ગણેશ અને લક્ષ્મીની પ્રસન્નતા માટે છે. લાલ ચંદનની માળા ગણેશજી માં દુર્ગા અને લક્ષ્મીજીની સાધના માટે ઉપયોગ થાય છે. ત્યાં જ તુલસીની માલા વૈષ્ણવ ભક્તો ,રામ કૃષ્ણની ઉપાસના માતે ઉત્તમ ગણાય છે. 
 
સ્ફટિકની માલા સૌમય અસરથી યુક્ત હોય છે. એને ધારણ કરવાથી ચંદ્રમા અને શિવજીની કૃપા તરત જ મળે છે. હળદરની માલાનો પ્રયોગ બૃહસ્પતિ ગ્રહની શાંતિ  અને માં બંગલામુખીના મંત્ર જપ માટે શ્રેષ્ઠ છે. કમળના બીજની માળાથી માં લક્ષ્મીની આરાધના કરો. 
 
હનુમાનજીના મંત્ર મંત્ર જાપ કરવા માટે મૂંગાની માળા કે તુલસી માળાનું  પ્રયોગ કરવું ઉત્તમ છે. ચંદ્રમાની પૂજા માટે મોતીની માળાનો પ્રયોગ કરવું. શિવ મંત્ર જાપ માટે રૂદ્રાક્ષની માલા નિશ્ચિત કરી છે. સૂર્યની પૂજા કરવા માટે માણિકયની માળા જ સિદ્ધ છે. 
 
માલાના જાપને લઈને લોકોના મનમાં ધારણાઓ છે. કેટલાક લોકોનું માનવું છે કે મહિલાઓને માળા નહી જપવી જોઈએ. જ્યારે આ સાચે નથી મહિલાઓ પબ ઈષ્ટ દેવનું ધ્યાન કરતા માલાથી મંત્ર જાપ કરી શકે છે.