રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. અધિક માસ
Written By
Last Updated : સોમવાર, 21 સપ્ટેમ્બર 2020 (18:23 IST)

રવિવારે છે ખૂબ જ ખાસ દિવસ, કરો આ 3 માંથી એક ઉપાય

આ વખતે 10  જૂન રવિવારે અગિયારસની તિથિ છે. આમ તો એકાદશી તિથિ દર મહિને આવે છે પણ આ વખતની અગિયારસ ખૂબ જ ખાસ છે.  કારણ કે આ અધિક માસની અગિયારસ છે. અધિક માસ 3 વર્ષમાં એક વખત આવે છે. મતલબ 10 જૂન પછી હવે આઅગિયારસ 2021માં આવશે.  
 
જ્યોતિષ મુજબ અધિક માસ ભગવાન શ્રીકૃષ્ણને વિશેષ રૂપે પ્રિય છે. તેથી તેને પુરૂષોત્તમ માસ પણ કહે છે.  આ દ્રષ્ટિકોણથી આ અગિયારસનુ મહત્વ વધી જાય છે.  આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી શ્રીકૃષ્ણની કૃપા મેળવી શકાય છે. જાણો આ દિવએ તમે કયા ઉપાય કરી શકો છો. 
 
1. અગિયારસ પર ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો અને પૂજા કરતી વખતે કેટલાક પૈસા મૂર્તિ કે તસ્વીર પાસે મુકી રાખો. પૂજા કર્યા પછી આ પૈસા ફરીથી તમારા પર્સમાં મુકી દો. તેનાથી ધનલાભની શક્યતા બની રહે છે. 
 
2. જો તમે ધનની ઈચ્છા રાખો છો તો અગિયારસના રોજ ભગવાન શ્રીકૃષ્ણના મંદિરમાં જાવ અને સફેદ મીઠાઈ કે ખીરનો ભોગ લગાવો. તેમા તુલસીના પાન જરૂર નાખો. તેનાથી ભગવાન શ્રીકૃષ્ણ જલ્દી પ્રસન્ન થાય છે.  
 
3. અગિયારસના દિવસે બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો તો જીવનના બધા સુખ પ્રાપ્ત થાય છે.  ત્યારબાદ વિધિપૂર્વક ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. સ્ત્રીઓ માટે આ સ્નાન તેમના પતિની લાંબી ઉમર અને સારુ સ્વાસ્થ્ય આપનારુ છે.