સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By
Last Updated : મંગળવાર, 23 જૂન 2020 (07:33 IST)

અમદાવાદ ભગવાન જગન્નથની 143મી રથયાત્રા Live - સીએમ રૂપાણીએ ભગવાનનો રથ ખેંચીને કરાવ્યુ પ્રસ્થાન

કોરોના સંકટ વચ્ચે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા છે. રથયાત્રા પહેલા મંગળા ભગવાનની આરતી થાય છે. વહેલી સવારે 4 વાગ્યે જગન્નાથજી મંદિરમાં મંગળા આરતી થઈ હતી. આ મંગળા આરતીમાં ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના મહંત દિલિપીદાસ, પ્રદિપસિંહ જાડેજા અને મંદિર પરિસરમાં રહેલા શ્રદ્ધાળુઓ મંગળા આરતીનો લ્હાવો લીધો હતો.

- સીએમ રૂપાણીએ ભગવાનનો રથ ખેંચીને કરાવ્યુ પ્રસ્થાન
- પ્રદિપસિંહ જાડેજા પણ રહ્યા હાજર 
- દર વર્ષની જેમ સીએમ વિજય રૂપાણી દ્વારા સોનાની સાવરણીથી પહિંદવિધિ કરવામાં આવી
- મુખ્યમંત્રી દ્વારા પહિંદ વિધિ પણ કરાઇ રથયાત્રામાં પહિંદવિધિનું ખૂબ જ વિશેષ મહત્વ
- આ પહિંદ વિધિ વર્ષો પહેલાં રાજ્યના રાજા દ્વારા કરવામાં આવતી હતી.

- CM રૂપાણી પત્ની અંજલિિ રૂપાણી સાથે જગન્નાથ મંદિરમાં પહોંચ્યા 
- જગન્નાથ મંદિરમાં રથ દર્શન માટે રખાશે, ભકતો સોશિયલ ડિસ્ટેન્સિંગના પાલન સાથે દર્શન કરી શકશે
- અમદાવાદમાં આજે રથયાત્રા નીકળશે નહીં
- ભગવાન જગન્નાથનો રથ મંદિર પરિસરની બહાર નીકળશે નહીં
- સમગ્ર વાતાવરણ ગુલાબી અને ભક્તિમય જોવા મળી રહ્યુ છે.