રવિવાર, 13 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. રથયાત્રા
Written By
Last Modified: મંગળવાર, 6 જૂન 2023 (11:20 IST)

Jagannath Rath Yatra 2023: રથયાત્રાથી 15 દિવસ પહેલા એકાંતવાસમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

jagannath yatra
Jagannath Rath Yatra- જેઠ મહિનાના પૂર્ણિમા તિથિ જ આ ઉત્સવ શરૂ થઈ જાય છે. આ દિવસે જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામને સ્નાન કરાવાય છે. સ્નાન પછી પારંપરિક રૂપથી ત્રણ દેવને બીમાર માનીએ છે અને તેણે રાજ વૈધની દેખરેખમાં સ્વસ્થ થવાના માટે એકાંતમાં રાખીએ છે આ દરમિયાન તેણે ઉકાળૉ વગેરેના ભોગ લગાવીએ છે. એવી માન્યતા છે કે રાજ વૈધની તરફથી આપેલા આયુર્વેદિક દવાથી તે 15 દિવસમાં સાજા થઈ જાય છે. તે પછી રથ યાત્રા શરૂ કરાય છે. આવો જાણીએ આ અનૂઠી પરંપરાના વિશે 
 
જગન્નાથજીની બીમારીની પરંપરા શા માટે અનુસરવામાં આવે છે?
જગન્નાથ જી, બલભદ્ર જી અને સુભદ્રા જીને જ્યેષ્ઠ માસની પૂર્ણિમાની તિથિએ 108 ઘડા પાણીથી સ્નાન કરાવવામાં આવે છે. આ સ્નાન સહસ્ત્રધારા સ્નાન તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે જગન્નાથ જી, બલભદ્ર જી અને સુભદ્રા જી ત્રણેય ઠંડા પાણીના 108 ઘડામાં સ્નાન કર્યા પછી બીમાર પડે છે. એટલા માટે તેમને એકાંતમાં રાખવામાં આવ્યા છે. જ્યાં સુધી તે ત્રણેય એકાંતમાં રહે છે ત્યાં સુધી મંદિરના દરવાજા ખુલતા નથી.
 
આ રીતે થાય છે સારવાર 
15 દિવસ સુધી એકાંતવાસમાં તેમની સારવાર સારી રીતે કરાય છે જેમ સામાન્ય લોકોની કરાય છે. ભગવાનને આયુર્વેદિક જડીબુટ્ટીઓ અને ઉકાળોનો ભોગ અર્પણ કરવામાં આવે છે. પૂર્ણ રીતે સ્વસ્થ થયા પછી જગન્નાથ જી ભક્તોનેર્શન આપે છે અને તે પછી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે.