શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 માર્ચ 2020 (14:30 IST)

ટ્રમ્પના આગમન ટાણે મોટેરામાં લગાવેલાં ઝાડ ઉખાડવા ગયેલા મ્યુનિ. કર્મચારીઓને ભગાડ્યા

ટ્રમ્પના આગમન સમયે મોટરા અને તેની આસપાસના વિસ્તારને દુલ્હનની જેમ શણગારાયું હતું. કાર્યક્રમ પૂરો થતાં મ્યુનિ.એ આ વિસ્તારમાં લગાવેલા પામ ટ્રી ઉખાડવા ગયા ત્યારે રહીશોએ ભારે વિરોધ કરતાં મ્યુનિ. કર્મચારીઓને ભાગવાનો વારો આવ્યો હતો. મ્યુનિ. ગાર્ડન વિભાગે હાંસોલથી સ્ટેડિયમ તરફના રસ્તા પર અને ડિવાઇડર પર 100 પામ ટ્રી લગાવ્યા હતા. તે સમયે ડિવાઇડરમાં લગાવેલા કેટલાક છોડ ઉખાડી નાંખી મોટી સાઇઝના આ પામ ટ્રી લગાવ્યા હતા. હવે કાર્યક્રમ પૂરો થયાના આટલા દિવસો પછી મ્યુનિ.એ જે નર્સરી પાસેથી આ ઝાડ ભાડે લીધા હતા. તેના માલિકો દ્વારા મ્યુનિ.ના સહયોગથી વૃક્ષો ઉખેડવાનું શરૂ કર્યું છે. ત્યારે સ્થાનિક રહીશોએ તેનો ભારે વિરોધ કર્યો છે. મંગળવારે મ્યુનિ.એ 40 ઝાડ ઉખાડી લીધા હતા. જ્યારે બુધવારે બપોરે બીજા વૃક્ષો ઉખાડવવા આવતાં સ્થાનિકોએ ગાડીને રોકી લીધી હતી. એટલું જ નહીં પણ મ્યુનિ.એ આ લોકોને સીધો સવાલ કર્યો હતો કે, ‘શું અમારા ટેક્સના પૈસે લગાવેલા આ વૃક્ષો માત્ર ટ્રમ્પ માટે જ હતાં? અમારા માટે નહીં ?’ સ્થાનિક રહીશો દ્વારા આ બાબતનો ભારે વિરોધ થતાં હાલ પૂરતાં તો મ્યુનિ.ના કર્મચારીઓ ત્યાંથી નિકળી ગયા હતા. મ્યુનિ.એ જે-તે સમયે નર્સરી પાસેથી આ વૃક્ષો ભાડેથી લીધા હતાં. હવે આ નર્સરી સંચાલકોએ વૃક્ષો પરત માંગતા નાગરિકોના વિરોધનો ભોગ બની રહ્યા છે.