Ahmedabad - 31st ડિસેમ્બરને લઈને પોલીસનો એક્શન પ્લાન તૈયાર
જો કે 31st ડિસેમ્બરના દિવસે લોકો નશાકારક દ્રવ્યોનું સેવન કરીને નીકળશે તો પોલીસ આવા લોકો સામે પણ સખ્ત કાર્યવાહી કરશે. આ પ્રકારની કોઈ પણ અસામાજિક પ્રવુતિ ના થાય તે માટે પોલીસે 25મી ડીસેમ્બરથી 5મી જાન્યુઆરી સુધી પ્રોહીબિશન ડ્રાઈવનું આયોજન કર્યું
અમદાવાદ શહેર પોલીસ પર રહેલી છે અને તેને ધ્યાનમાં રાખીને શહેર પોલીસના 10,000 જેટલા પોલીસ કર્મચારીઓ તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખશે.
નવા વર્ષની ઉજવણી શહેરમા વિવિધ વિસ્તારોમાં શરૂ થઇ છે.ત્યારે દારૂ અને ડ્રગ્સની ડિમાન્ડ પણ વધે છે. જે અનુસંધાને અમદાવાદ શહેર પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ પ્રોહિબિશન ડ્રાઇવ શરૂ કરી છે. જેમાં મુખ્ય રસ્તાઓ ઉપરાંત, આંતરિક રસ્તાઓ પર શંકાસ્પદ વાહનો કે વ્યક્તિઓની હીલચાલ પર નજર રાખવા માટે જણાવ્યું છે. સાથોસાથ અમદાવાદ ક્રાઇમબ્રાંચ, એસઓજી અને પીસીબીના સ્ટાફને પણ શહેરમાં ચાલતા નેટવર્ક અંગે તપાસ કરવા માટે સુચના આપવામાં આવી છે.નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂ અને એમડી ડ્રગ્સ કે અન્ય ડ્રગ્સની ડિમાન્ડ રહે છે. ત્યારે દારૂ અને ડ્ગ્સની હેરફેરને રોકવા પોલીસ કમિશનર દ્વારા અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સઘન વાહન ચેકિંગ કરવા અને લીસ્ટેડ બુટલેગરો અને ડ્રગ્સ ડીલરો પર વોચ રાખવા સુચના આપી છે. જેમાં શહેરના મુખ્ય રસ્તાઓ ઉપરાંત, આંતરિક રસ્તા પર પણ પેટ્રોલીંગ અને વાહનચેકિંગ કરવા તાકીદ કરી છે. સાથેસાથે અગાઉ જે સ્થળોએ હુક્કા, દારૂની પાર્ટીઓના દરોડાના થયા છે. ત્યાં વોચ રાખવાનું પણ કહેવામાં આવ્યું છે.જ્યારે ક્રાઇમ બ્રાંચ, પીસીબી અને એસઓજીના અધિકારીઓને લીસ્ટેડ બુલટેગરો અને ડ્રગ્સ ડીલરો પર નજર રાખવા માટે ખાસ જવાબદારી આપવામાં આવી છે. આ ઉપરાંત, ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓને સુચના આપવામાં આવી છે. સાથેસાથે દારૂ પીને વાહન ચલાવતા લોકો વિરૂદ્વ કાર્યવાહી કરવાની સાથે વાહનજપ્ત કરવા માટે પોલીસને સુચના આપવામાં આવી છે.