રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 જાન્યુઆરી 2020 (14:55 IST)

ઓનલાઈન ચીટીંગઃ લાલચમાં આવીને અમદાવાદના વેપારીએ 11 કરોડ ગુમાવ્યા

હાલમાં ડિજીટલ યુગમાં સમગ્ર દેશમાં ઓનલાઇન છેતરપિંડીના અનેક કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે અમદાવાદના એક વેપારી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત થતી વિગત અનુસાર, ઓનલાઇન છેતરપિંડીનો ગુજરાતનો આ સૌથી મોટો કિસ્સો છે. અમદાવાદના સેટેલાઇટના વેપારી સાથે રૂપિયા 11 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે. જુદી-જુદી પોલિસીમાં રોકાણની લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવી છે. HDFC ઓફિસના અધિકારીની ઓળખ આપીને છેતરપિંડી કરી છે. તેઓએ અલગ-અલગ વિભાગના ખોટા લેટર બનાવીને છેતરપિંડી આચરી છે. તેઓએ છેતરવા માટે જુદા-જુદા અધિકારીઓના સહી-સિક્કાનો ઉપયોગ કર્યો છે. વેપારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.