શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 ફેબ્રુઆરી 2020 (17:07 IST)

ગાંધીનગરમાં 17 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલી મહિલાઓમાંથી ત્રણની તબિયત લથડી

અનામત પરિપત્ર મામલે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે બે મહિનાથી LRDની મહિલા પરીક્ષાર્થીઓ ઉપવાસ પર ઉતરી છે. જેમાંની ત્રણ મહિલાની તબિયત લથડતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ અંગે ટ્વિટર યુઝરે ટ્વિટ કરી એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આમરણાંત ઉપવાસ પર ઉતરેલી ત્રણ મહિલાઓની ગાંધીનગર સિવિલમાં સારવાર ચાલી રહી છે. આ ત્રણ મહિલાઓમાંથી એક જામનગરની રહેવાસી એવી હેતલબહેન ધારાવડીયાની તબિયત લથડી છે. LRDની ભરતીમાં સરકારે કરેલા જીઆર પર શરૂ થયેલો વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે. 1 ઓગસ્ટ, 2018નાં જીઆર મુજબ અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ મેરિટમાંથી બાદ કરવામાં આવી છે. જેની સામે લગભગ 60 દિવસથી 100થી પણ વધુ મહિલાઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરી રહી છે.બીજી બાજુ બિનઅનામત કેટેગરીની મહિલા ઉમેદવારો ગાંધીનગર ઉમટી પડી હતી અને જીઆર રદ ન કરવા આવેદન પત્ર આપ્યું હતું. પોલીસની ભરતીમાં મહિલાઓને સરકારે 33 ટકા અનામત આપી છે, જો કે 1લી ઓગસ્ટ 2018નાં રોજ થયેલા પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તેમાં જ તેની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ OBC કેટેગરીમાં ફોર્મ ભર્યુ હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં. આ જીઆરને કારણે સ્થિતિ એવી સર્જાઈ છે કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટગેરી તેમજ EWS કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માકર્સ આવ્યા છે પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં તેઓ નોકરીઓથી વંચિત રહી ગઈ છે.