મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 જાન્યુઆરી 2020 (10:57 IST)

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અપાતો ઍવૉર્ડ સ્વીકારવાનો લેખકનો ઇન્કાર

અમદાવાદ મિરરના એક અહેવાલ પ્રમાણે લેખક બિપિન પટેલે તેમના વાર્તાસંગ્રહ 'વાંસનાં ફૂલ' માટે અપાયેલ ગુજરાત સાહિત્ય અકાદમી ઍવૉર્ડ સ્વીકારવાની ના પાડી દીધી છે. તેમણે આ ઇન્કાર માટે સાહિત્ય અકાદમીની સ્વાયતતાના મુદ્દાને કારણરૂપ ગણાવ્યું છે.
 
લેખકનું કહેવું છે કે 'સાહિત્ય અકાદમી વર્ષ 2003થી પોતાની સ્વાયતતા ગુમાવી ચૂકી છે અને અકાદમીમાં ચૂંટણી યોજાવી જોઈએ.'
 
'સરકારની ભૂમિકા ગ્રાન્ટ આપવા સુધી સીમિત હોવી જોઈએ.'
 
પટેલનો આરોપ છે કે સરકાર દ્વારા અકાદમીમાં સ્થિતિ પૂર્વવત્ બનાવવાના કોઈ પ્રયત્ન નથી થઈ રહ્યા.
 
અકાદમીના વડા વિષ્ણુ પંડ્યાનું કહેવું છે કે 'ચૂંટણી દ્વારા જ અકાદમીને સ્વાયતતા મળે તે ખોટી માન્યતા છે. આપણા દેશમાં દરેક રાજ્યમાં અકાદમીઓ જે-તે સરકાર જ ચલાવે છે.'
 
નોંધનીય છે કે બિપિન પટેલને વર્ષ 2017ની વાર્તા કૅટેગરી અંતર્ગત આ પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ હતી.
 
નવેમ્બર-2019માં જાહેર થયેલા પુરસ્કાર તા. 29મી જાન્યુઆરીના એનાયત થશે.
 
પટેલ પૂર્વ અંડર-સેક્રેટરી છે અને વર્ષ 2010માં નિવૃત્ત થયા હતા.