પંચતત્વમાં વિલીન થયા અટલ.. દત્તક પુત્રી નમિતાએ આપી મુખાગ્નિ

atal bihari
નવી દિલ્હી| Last Updated: શુક્રવાર, 17 ઑગસ્ટ 2018 (17:16 IST)

- પંચતત્વમાં વિલીન થયા અટલ.. દત્તક પુત્રી નમિતાએ આપી મુખાગ્નિ


- મંત્રોચ્ચાર સાથે અટલજીનો શરૂ...
- ભાજપાના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ અટલને આપી શ્રદ્ધાંજલિ
- ભૂતાન નરેશ, અફગાનિસ્તાના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઈ, બાંગ્લાદેશ અને નેપાળના પ્રતિનિધિએ અટલને આપી શ્રદ્ધાંજલિ
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વાજપેયીને આપી શ્રદ્ધાજલિ
- પ્રધાનમંત્ર્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
- રક્ષામંત્રી નિર્મલા સીતારમણ, લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન, ત્રણ એવા પ્રમુખોએ વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
- અટલજીનુ પાર્થિવ શરીર અંત્યેષ્ટિ સ્થળ પહોંચ્યુ.

- શેફ ડે મિશનના બ્રિજ ભૂષણ શરણ સિંહે કહ્યુ, ભારતીય એથલીટો દ્વારા 2018 એશિયન ગેમ્સમાં જીતાનારા બધા મેડલ પૂર્વ પીએમ વાજપેયીને સમર્પિત કરવામાં આવશે.

- અફગાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઈ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે દિલ્હી પહોંચી ગયા છે.

- પૂર્વ પીએમની આ અંતિમ યાત્રામાં પીએમ મોદી અને શાહ પગપાળા ચાલી રહ્યા છે.

- અટલજીના અંતિમ દર્શન માટે ગઈ કાલે મોડી રાતે સુધી અને આજે વહેલી સવારથી જ ઘરની બહાર લાંબી લાઈન જોવા મળી રહી હતી. આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પણ શુક્રવારે અટલજીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત ઘણાં નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

-
અટલને શ્રદ્ધાંજલિ આપવા બેંગલુરૂમાં બાળકો પણ રસ્તા પર.

– અટલ બિહારી વાહપેયીની અંતિમ યાત્રામાં લોકોની ભારે ભીડ, ચારેકોર માત્ર માથા જ માથા.


- શ્રીલંકાના કાર્યવાહક વિદેશ મંત્રી લક્ષ્મન કિરીલા દિલ્હી પહોંચ્યા. તેઓ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કારમાં શામેલ થશે.


– બાંગ્લાદેશના વિદેશ મંત્રી અબુલ હસન મહમૂદ અલી પણ દિલ્હી આવી પહોંચ્યા. તેઓ પણ વાજપેયીના અંતિમ સંસ્કારમાં શામેલ થશે.- હું 2006માં અટલ બિહારી વાજપેયીને મળ્યો હતો. તેઓ ખુબ જ સારા વક્તા હતાં. ભારતીય રાજનીતિમાં તેમની ગેરહાજરી કોઈ ભરી નહીં શકે. તેઓ દરેક વ્યક્તિ માટે એક રોલ મોડેલ રહ્યાં છે અને પોતાની કવિતા, ભાષણ અને વ્યાખ્યાનના માધ્યમથી અનેક લોકોને પેરિત કરતા રહ્યાં : મધુર ભંડારકર


– સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

– શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પણ વાજપેયીજીને શ્રદ્ધા શુમન અર્પણ કર્યા.
. દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનુ શુક્રવારે સાંજે 4 વાગ્યે નવી દિલ્હીના રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ (વિજય ઘાટ, રાજ ઘાટ) પાસે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સત્તાવાર માહિતી મુજબ તેમની અંતિમ યાત્રા બપોરે એક વાગ્યે ભાજપા મુખ્યાલયથી શરૂ થશે. અંતિમ યાત્રા પંડિત દીનદયાળ ઉપાધ્યાય માર્ગ, બહાદુર શાહ જફર માર્ગ,
દિલ્હી ગેટ, નેતાજી સુભાષ માર્ગ, નિષાદ રાજ માર્ગ અને શાંતિ વન ચોક પરથી પસાર થતા રાષ્ટ્રીય સ્થળ પહોંચશે.

અનુમાન લગાવાય રહ્યુ છે કે અટલ બિહારી વાજપેયીની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો પહોંચશે. આવામાં આ દરમિયાન વાહનવ્યવ્હાર સાથે અંતિમ યાત્રામાં કોઈ પણ પ્રકારનો અવરોધ ન થાય એ માટે દિલ્હી પોલીસે અનેક સ્થાનનુ રૂટ બદલ્યુ છે. આ બાબત દિલ્હી પોલીસે પોતાની તરફથી એડવાઈઝરી પણ રજુ કરી છે.
advisory

એડવાઈઝરી મુજબ કૃષ્ણા મેમન માર્ગ, સોનેરી બાગ રોડ, તુગલક રોડ, અકબર રોડ, તીસ જનવરી માર્ગ, ક્લેરિઝ હોટલથી વિંડસર પ્લાઝા વચ્ચે જનપથ, માનસિંહ રોડ, શાહજહા રોડથી તિલક માર્ગ સી-હૈક્સાગન, આઈપી માર્ગ, ડીડીયૂ માર્ગના રસ્તા સવારે આઠ વાગ્યે બંધ છે.
ભાજપ હેડક્વાર્ટર પર લાખોની સંખ્યામાં લોકો હાજર, વાજપેયીનો ઈંતજાર.

– વાજપેયીજીના નશ્વરદેહ સાથે ભારે ભીડ પણ ચાલી રહી છે.

– વાજપેયીજીનો પશ્નર દેશ તેમના નિવાસસ્થાનેની નિકળી ભાજપના મુખ્યાલય તરફ જવા રવાના થઈ ચુક્યો છે અને હાલ કાફલો અકબર રોડ પરથી પસાર થઈ રહ્યો છે.

– ભારત માતા કી જય અને અટલજી અમર રહોના નારા ગુંજ્યા

– વાજપેયીનો નશ્વરદેહ તેમના નિવાસસ્થાનેથી ભાજપ હેડક્વાર્ટર તરફ રવાના. બપોરે 1 વાગ્યા સુધી અંહી થઈ શકશે અંતિમ દર્શન.

– ત્રણેય સેનાઓની માફક એક સંયુક્ત ટુકડી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેય્હીના નશ્વરદેહની સાથો સાથ ભાજપ કાર્યાલય તરફ ચાલી રહી છે.

– સેનાની વિશેષ ગાડીઓમાં વાજપેયીનો નશ્વરદેહ ભાજપ કાર્યાલય લાવવામાં આવવામાં આવી રહ્યો. અહીં બપોરે 1 વાગ્યા સુધી તેમના નશ્વરદેહ અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યાર બાદ તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે.


આ પણ વાંચો :