રામજન્મભૂમિ વિવાદ ના ઉકેલી શકી મધ્યસ્થા સમિતિ

Last Modified શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (12:13 IST)


અયોધ્યા રામજન્મભૂમિ વિવાદ મામલામાં મધ્યસ્થી કરનારી સમિતિએ સુપ્રીમ કોર્ટને બંધ પરબીડિયામાં પોતાનો રિપોર્ટ સોંપ્યો છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે સમિતિ વિવાદને ઉકેલવામાં અસમર્થ રહી છે.

સમિતિએ પોતાના રિપોર્ટમાં સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે પેનલના તમામ સભ્યો વિવાદના ઉકેલ માટે સર્વસંમતિ પર પહોંચી શક્યા નથી.

અખબાર પોતાના રિપોર્ટમાં લખે છે કે આ રીતે મધ્યસ્થા માટે આપવામાં આવેલા 155 દિવસો બેકાર જતા રહ્યા.

સુપ્રીમ કોર્ટ દ્વારા આ સમિતિ 8 માર્ચના રોજ રચવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ ખલીફુલ્લા, વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચૂ અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર સામેલ હતા.


આ પણ વાંચો :