ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 14 મે 2020 (18:50 IST)

BBC એ ભારતમાં જરૂરી નવા પ્રોડકાસ્ટ લોન્ચ કર્યા

બીબીસીએ ભારતીયો માટે કોવિડ - 19 પર આવશ્યક માહિતીને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે હિન્દી અને અંગ્રેજીમાં ઘણા નવા પોડકાસ્ટ અને વિશેષ ડિજિટલ કાર્યક્રમની એક શ્રેણી શરૂ કરી છે.  આ પોડકાસ્ટ અને વિશેષ પ્રોગ્રામો સમગ્ર ભારતમાં ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
 
બીબીસીના ભારતીય ભાષાઓના પ્રમુખ રૂપા ઝાએ કહ્યુ - આ મહામારી દરમિયાન વિશ્વસનીય અને પ્રામાણિક સમાચારોની મોટી માંગ છે. તેથી આપણે આ સુનિશ્ચિત કરવા માંગીએ છી કે આપણુ આઉટપુટ  યોગ્ય માહિતી, સંદર્ભ અને હેંડિગ સાથે અમારા દર્શકો સુધી પહોંચે.  બીબીસી અને ભાગીદારોના પ્લેટફોર્મ પર આ નવા પ્રસારણ અને કાર્યક્રમ સાર્વજનિક હિત માટે સાર્વજનિક પ્રસારણકર્તાના રૂપમાં બીબીસીએની પ્રતિબદ્ધતા માટે એકદમ યોગ્ય છે. 
 
 દુનિયા જહાં: બીબીસી હિન્દીનું સાપ્તાહિક પોડકાસ્ટ વૈશ્વિક મુદ્દાઓના ઉડાણપૂર્વક વિશ્લેષણ સાથે દુનિયાને આકાર આપતા વલણો અને વર્તમાન બાબતોનો અભ્યાસ કરવા માટે હેડલાઇન્સથી અલગ છે.  તે ખોટી માહિતી સામે લડવા માટે ફેક્ટ ચેક અને દંતકથાને લગતી વાર્તાઓને આવરી લે છે. આ પોડકાસ્ટ બીબીસી હિન્દી, એપલ પોડકાસ્ટ્સ, ગાના, જિઓ સાવન, સારેગામા કારવાં સહિતના પ્લેટફોર્મ પર ડાઉનલોડ અથવા સ્ટ્રીમ કરવા માટે ઉપલબ્ધ છે.
 
બીબીસી મિનટ હિન્દી કોરોના વાયરસ વિશેષ: બીબીસી હિન્દી બુલેટિનમાં આરોગ્ય, ટેકનોલોજી, જીવનશૈલી, વિજ્ઞાનની બધી આવશ્યક માહિતી 60 સેકંડમાં રજૂ કરવામાં આવે છે. આ વિશેષ બુલેટિન એફએમ ભાગીદારો દ્વારા 24 ભારતીય શહેરોમાં સોમવારથી શુક્રવાર સુધી સવારે 8.00 થી સાંજે 19.00 વાગ્યા સુધી  દર એક કલાકે રજુ કરવામાં આવે છે. 
 
જમ્મુ અને શ્રીનગર સહિત ભારતના 24 શહેરોમાં એફએમ તડકા, રેડિયો મિસ્ટી, 94.3 ટોમેટો એફએમ અને રેડિયો ધૂમ 104.8 એફએમ (સંબંધિત શહેરોમાં એફએમ આવૃત્તિઓની વધુ વિગતો નોંધ વિભાગમાં છે)
 
કોરોના દિનભર - બીબીસી હિન્દી ફેસબુક લાઈવ સમગ્ર ભારત અને દુનિયાભરમાં કોવિદ -19 ના દૈનિક તાજા અપડેટ્સને કવર કરે છે અને આરોગ્ય પર બધા તથ્યો અને મહત્વપૂર્ણ માહિતીનો સારાંશ કરે છે. આ બીબીસી હિન્દી ફેસબુક અને યુટ્યુબ બીબીસી હિન્દી દિનભર સોમવારથી શુક્રવાર સુધી સાંજે 19.30 વાગ્યે મળી રહેશે. 
 
બીબીસી મિનિટ કોરોના વાયરસ વિશેષ - બીબીસી વર્લ્ડ સર્વિસ સૌથી મોટા વૈશ્વિક અને ભારતમાં યુવા દર્શકો માટે ભારતની વાર્તાઓનો 60 સેકંડનો રાઉંડ અપ અંગ્રેજીમાં રજુઇ કરે છે.  તે દર અડધો કલાક 24/7 પર પહોંચાડવામાં આવે છે, જેમાં બીબીસી ઇન્ડિયાના પત્રકારો દ્વારા દિલ્હીમાં કેટલીક આવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આ ઓફરમાં કોરોનોવાયરસ પર દિવસમાં બે વખત ખાસ પોડકાસ્ટ શામેલ છે, દર  60 સેકંડમાં, બીબીસી મિનિટ કોરોનાવાયરસ સ્પેશિયલ, એપલ પોડકાસ્ટ્સ, ગાના, જિઓ.  સાવન, સ્પોટીફાય, સારેગામા,  કારવાં સહિતના પ્લેટફોર્મ પર ડાઉનલોડ કરવા અથવા સ્ટ્રીમ કરવા માટે ઉપલબ્ધ છે.
 
બીબીસી કોરોનાવાયરસ ગ્લોબલ અપડેટ: દુનિયાભરમા કોરોના વાયરસના સક્રમણ પર દરરોજ 5 મિનિટનો રાઉંડ અપ જેમા પ્રભાવિત ક્ષેત્રોની તાજી રિપોર્ટ અને મેડિકલ માહિતી. અસરગ્રસ્ત વિસ્તારોના અહેવાલો અને આરોગ્ય, વ્યવસાય, રમતગમત અને વૈશ્વિક અસરો પર તેની શું અસર છે તેના વિશે અને  ભારતમાં આ ડાઉનલોડ કે સ્ટ્રીમ કરી શકાશે જેમા બીબીસી કોરોના વાયરસનુ ગ્લોબલ અપડેટ, એપલ પોડકાસ્ટ, ગાના, જીયો સાવન, સ્પોટીફાય, સારેગામા અને કારવનનો સમાવેશ છે.