શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 24 જુલાઈ 2019 (14:35 IST)

બોરિસ જોન્સન : ન્યૂયોર્કમાં જન્મેલા, બ્રિટનના નવા વડા પ્રધાન કોણ છે?

બ્રિટનના નવા વડા પ્રધાન તરીકે બોરિસ જોન્સનના નામની જાહેરાત કરવામાં આવી છે.
અંદાજે 1.60 લાખ ટોરી સભ્યોએ બૅલેટ પેપર પર મતદાન કર્યું હતું.
લંડનના પૂર્વ મેયર બોરિસ જોન્સનને વડા પ્રધાન માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા.
બોરિસ જોન્સને ક્લિવ સાઉથની વેલ્સ સીટ પરથી કન્ઝર્વેટિવના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.
બોરિસ જોન્સનનો જન્મ બ્રિટિશ માતાપિતાને ત્યાં 19 જૂન, 1964માં ન્યૂયોર્કના મેનહટ્ટનમાં થયો હતો.
2001માં તેઓ હેન્લી-ઑન-થેમ્સની સુરક્ષિત કન્ઝર્વેટિવ સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.
હેન્લીથી તેઓ વર્ષ 2001-2008 સુધી એટલે કે સાત વર્ષ સુધી સાંસદ રહ્યા હતા. તો વર્ષ 2008થી 2016 સુધી તેઓ લંડનના મેયર રહ્યા.
મેયર તરીકે જોન્સને નિયમિત રીતે ભાડાની બાઇકસવારી કરીને તેને પ્રોત્સાહન આપ્યું હતું.
તેના લીધા બાઇક ભાડે આપવાની સંખ્યા ગત વર્ષ દરમિયાન 10.3 મિલિયન પહોંચી ગઈ હતી.
જોકે, ટીકાકારોએ બાઇકને રોડ પર રાખવાના વાર્ષિક ખર્ચ (11 મિલિયન ડૉલર) તરફ ધ્યાન દોર્યું હતું.
કેટલાક લોકોએ કહ્યું કે બાઇક ભાડે આપવાની યોજનાની ઘોષણા મેયર લિવિંગસ્ટોને કરી હતી.
ટ્રમ્પના કાશ્મીર મધ્યસ્થી નિવેદન મામલે નરેન્દ્ર મોદી જવાબ આપે - વિરોધપક્ષો
ઑલિમ્પિકનું આયોજન અને ચર્ચા
જોન્સન
મેયરના રૂપમાં જોન્સન 2012માં ઑલિમ્પિકની વ્યવસ્થામાં સામેલ થયા હતા.
ઑલિમ્પિકના પ્લાનિંગ માટે વર્ષ 2005માં લંડનમાં તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
ઑલિમ્પિકને એક સફળ આયોજનના રૂપમાં માનવામાં આવ્યું હતું અને દાવો કરવામાં આવ્યો હતો કે તેઓએ એક મોટી આર્થિક વૃદ્ધિ પ્રદાન કરી હતી.
જોકે, ઓલિમ્પિકની વિરાસત પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
જેમાં ઑલિમ્પિક સ્ટેડિયમને ફૂટબોલ મેદાનના રૂપમાં પરિવર્તિત કરવાની બાબત પણ સામેલ હતી.
બોરિસ જોન્સનના વેલ્સ સમર્થકોમાંના એક મૉનમાઉથના સાંસદ ડેવિડ ડેવિસે કહ્યું કે હવે બ્રેક્ઝિટનો કોયડો ઉકેલનાર વ્યક્તિ બહુ દૂર નથી.
તેમણે કહ્યું કે વેલ્સ માટે 'ઑવરરાઇડિંગ મુદ્દો' બ્રેક્ઝિટ છે.
અમેરિકાની CIAના જાસૂસોને ઈરાને મોતની સજા કરી
 
વિદેશસચિવ તરીકેનો કાર્યકાળ
બોરિસ જોન્સન બે વર્ષ વિદેશસચિવ પણ રહી ચૂક્યા છે.
બોરિસ જોન્સને નિર્ણય કર્યો હતો કે તેઓ વર્ષ 2016માં મેયર તરીકેનો પોતાનો કાર્યકાળ સમાપ્ત કરતાં પહેલાં સંસદમાં આવવા માગતા હતા.
એક સાંસદ તરીકે ફરી શરૂઆત કરનાર જોન્સને હીથ્રો હવાઈ અડ્ડાના વિસ્તરણનો વિરોધ કર્યો હતો અને કહ્યું કે તેઓ બુલડોઝર સામે જુઠ્ઠું બોલશે.
જોકે, તેમની ગેરહાજરીમાં સાંસદોએ જૂન 2018માં હીથ્રો વિસ્તરણ પર મતદાન કર્યું, કેમ કે તેઓ અફઘાનિસ્તાનની સત્તાવાર યાત્રા પર હતા.
વર્ષ 2016માં જોન્સનને એ વખતના વડાં પ્રધાન થેરેસા મેએ વિદેશસચિવ નિયુક્ત કર્યા હતા.
બ્રિટનને આંજી દેનારા એ ભારતીય વૈજ્ઞાનિક જેઓ આજે વિસરાઈ ગયા
 
જીત પહેલાં વિરોધ
તો બોરિસ જોન્સનની સંભવિત જીતને પગલે વિરોધનો સૂર પણ જોવા મળી રહ્યો હતો.
સર ઍલન ડંકને બોરિસ જોન્સનની સંભવિત જીતને જોતાં વિદેશ કાર્યાલયના મંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું.
પોતાના રાજીનામાપત્રમાં તેમણે બ્રેક્સિટને 'એક કાળા વાદળ'ના રૂપમાં વર્ણવ્યું હતું.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે તેમણે સાંસદો સાથે એક આપાતકાલીન સામાન્ય ચર્ચાની માગ કરવાનું છોડી દીધું છે, કેમ કે સાંસદોએ જોન્સનની 'સરકારની બનાવવાની ઇચ્છા'ને સમર્થન આપ્યું છે.