ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 14 જૂન 2019 (10:10 IST)

વાયુ’ વાવાઝોડાની સ્થિતિ- સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ

વાયુ’ વાવાઝોડાની સ્થિતિ
વાયુ વાવાઝોડાનો ગુજરાત પર ત્રાટકવાનો ભય ટળ્યો.
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
પવનની ઝડપ વધીને 165 કિમી/કલાક થઈ શકે છે
ગુજરાતના વિવિધ વિસ્તારમાંથી 2,75,000 લોકોનું સ્થળાંતર કરાયું
 
હવામાન વિભાગના ડેટા અનુસાર ‘વાયુ’ સૌરાષ્ટ્રના પોરબંદર દરિયાકાંઠાથી 120 કિમી દક્ષિણ-પશ્ચિમ તરફ છે.
 
આ નકશા મુજબ જોઈ શકાય છે કે કેવી અરબ સાગરમાં ઊભું થયેલું વાવાઝોડું આગળ વધી રહ્યું છે.
 
હવામાન વિભાગ અનુસાર હાલમાં 'વાયુ'ની દિશા ઓમાન તરફ થઈ ગઈ છે.
 
વાયુને કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં પૂર આવશે?
વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાનું હતું, પરંતુ 13 જૂનના રોજ તેની દિશા બદલાતા મોટો ખતરો ટળ્યો છે.
 
જોકે, વાયુની અસરને કારણે સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
 
તો શું વાયુને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પૂર આવશે. આ અંગે વાંચવા નીચેની લિંક પર ક્લિક કરો.
 
વાયુ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર કે કચ્છમાં પૂર આવશે?
 
સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ
હવામાન વિભાગ અનુસાર ‘વાયુ’ વાવાઝોડું પશ્ચિમ દિશા તરફ વળ્યું છે. હાલમાં તે પોરબંદરની દક્ષિણ-પશ્ચિમે 120 કિમી દૂર છે.
 
હવામાન વિભાગે એવું પણ જણાવ્યું કે વાયુનો ખતરો ભલે ટળી ગયો હોય પરંતુ તેની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પ્રદેશ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા પણ રહેશે.
 
ગુજરાત પરથી ‘વાયુ’નું સંકટ ટળ્યું
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પ્રેસકૉન્ફરન્સ કરીને જણાવ્યું કે ગુજરાત પરથી ‘વાયુ’નો ભય ટળી ગયો છે.
 
તેમણે કહ્યું, “વાયુ હવે ઓમાન તરફ વળી ગયું છે. પરંતુ હજુ 24 કલાક સતર્ક રહેવાની જરૂર છે.”
 
તેમણે એવું પણ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
 
રૂપાણીએ એવું પણ કહ્યું કે દરિયાકાંઠાના 10 જિલ્લાઓ હજુ પણ સતર્ક છે.
 
બીજું કે અહીંની શાળાઓને બે દિવસ બંધ રાખવામાં આવશે.