બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 જૂન 2019 (17:22 IST)

વાયુનો કહેરઃ એમ્બ્યુલન્સમાં પ્રસૂતી તો ક્યાંક ગર્ભવતી માતાને બોટમાં લાવવામાં આવી

ગુજરાતીઓ માટે સૌથી રાહતના સમાચાર આવ્યાં છે કે વાયુ વાવાઝોડાની અસર ઓછી થશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આવનારુ આ વાવાઝોડું હવે દિશા બદલીને ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે. રાજ્યમાં પ્રસરેલી ભયજનક સ્થિતિમાં પણ જૂનાગઢ અને અમરેલી જિલ્લામાંથી સારા સમાચાર આવી રહ્યાં છે. ઇમરજન્સીમાં જૂનાગઢ જિલ્લાનાં માલિયા વિસ્તારમાં એક મહિલાની પ્રસૂતી 108ની એમ્બ્યુલન્સમાં કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે હાલ માતા અને બાળકની તબિયત સારી છે. આ ઊપરાંત અમરેલીમાં પણ સાત મહિનાની ગર્ભવતી મહિલાને પ્રીમેચ્યોર પ્રસૂતી દર્દ ઉપડતા પ્રસૂતી કરવાની જરૂર પડી હતી. મહિલાને દર્દ ઉપડતા એનડીઆરએફની ટીમે ભારે જહેમત ઉઠાવીને બોટમાં સિયાલબેટ મેડિકલ સેન્ટરમાં લાવવામાં આવી હતી. આ મહિલાને પ્રસૂતી માટે NICUમાં લઇ જવામાં આવી છે. ગુજરાતીઓ માટે સૌથી રાહતના સમાચાર આવ્યાં છે કે વાયુ વાવાઝોડાની અસર ઓછી થશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આવનારુ આ વાવાઝોડું હવે દિશા બદલીને ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે. રાજ્યમાં પ્રસરેલી ભયજનક સ્થિતિમાં પણ જૂનાગઢ અને અમરેલી જિલ્લામાંથી સારા સમાચાર આવી રહ્યાં છે. ઇમરજન્સીમાં જૂનાગઢ જિલ્લાનાં માલિયા વિસ્તારમાં એક મહિલાની પ્રસૂતી 108ની એમ્બ્યુલન્સમાં કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે હાલ માતા અને બાળકની તબિયત સારી છે. આ ઊપરાંત અમરેલીમાં પણ સાત મહિનાની ગર્ભવતી મહિલાને પ્રીમેચ્યોર પ્રસૂતી દર્દ ઉપડતા પ્રસૂતી કરવાની જરૂર પડી હતી. મહિલાને દર્દ ઉપડતા એનડીઆરએફની ટીમે ભારે જહેમત ઉઠાવીને બોટમાં સિયાલબેટ મેડિકલ સેન્ટરમાં લાવવામાં આવી હતી. આ મહિલાને પ્રસૂતી માટે NICUમાં લઇ જવામાં આવી છે.