1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 3 જુલાઈ 2019 (11:42 IST)

ભારત-US વચ્ચે સહકાર સુગમ બનશે

અમેરિકાની સેનેટે ભારત સંબંધિત કાયદાકીય જોગવાઈને મંજૂર આપી દીધી છે, જેનાં પગલે બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે સહકાર વધુ સુગમ બનશે. ભારત સિવાય ઇઝરાયલ અને દક્ષિણ કોરિયાને આ પ્રકારની છૂટ મળેલી છે.
 
અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇંડિયાના અહેવાલ પ્રમાણે, નાણાકીય વર્ષ 2020 નેશનલ ડિફેન્સ ઑથૉરાઇઝેશન ઍક્ટનો પ્રસ્તાવ ગત સપ્તાહે પસાર થયો હતો.
 
આ જોગવાઈ સંદર્ભે જુલાઈ મહિનામાં અમેરિકાની સેનેટ તથા કૉંગ્રેસમાં ચર્ચા થાય તેવી શક્યતા છે.
 
ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં અમેરિકાએ ભારતને 'મેજર ડિફેન્સ પાર્ટનર'નો દરજ્જો આપ્યો હતો, જેનાં પગલે અમેરિકાના મિત્ર રાષ્ટ્રોને જે પ્રકારની સંવેદનશીલ તથા આધુનિક ટૅકનૉલૉજી મળે છે, તેવી તકનીક ભારતને સુગમ બની હતી.