શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By વારિકુટ્ટી રામકૃષ્ણ|
Last Modified: વારિકુટ્ટી રામકૃષ્ણ , મંગળવાર, 8 નવેમ્બર 2022 (18:00 IST)

Lunar Eclipse ગ્રહણ દરમિયાન મંદિરો બંધ કેમ રાખવામાં આવે છે?

temple closed
ગ્રહણ દરમિયાન ઘણાં બધાં મંદિરો બંધ રહે છે અને ગ્રહણ પૂરું થતાં જ એનાં દ્વાર ખોલી દેવામાં આવતાં હોય છે. આજે જ્યારે સૂર્યગ્રહણ થઈ રહ્યું છે ત્યારે ભારતનાં કેટલાંય મંદિરો બંધ કરી દેવાશે.
 
આ દિવસે મંદીરો કેમ બંધ કરી દેવાય છે? ક્યાં સુધી બંધ રહે છે અને ક્યારે ખોલી દેવાય છે?
 
હિંદુ ધર્મમાં માતાના ગર્ભને પવિત્ર માનવામાં આવે છે. કારણ કે આ સૃષ્ટિનું એ કેન્દ્ર ગણાય છે. ત્યાં એક નવા જીવનનો જન્મ થાય છે. તેની સારસંભાળ રાખવી એ મનુષ્યનું કર્તવ્ય છે. એ જ રીતે હિંદુઓ માટે મંદિર ભગવાનનું સ્થાન છે. ઇશ્વરને આ સંસારના સર્જનહાર માનવામાં આવે છે. એવી લાગણી પણ છે કે ભગવાનનું કેન્દ્ર એટલે મંદિર, જેને માતાના ગર્ભની જેમ સંરક્ષિત કરવું જોઈએ.
 
પંચાગના વિદ્વાન ડૉ. સી. વી. સુબ્રમણ્યમનું કહેવું છે કે કે ગ્રહણ દરમિયાન વાતાવરણમાં અશુભ શક્તિઓ હોય છે. તેથી મંદિરો બંધ રાખવામાં આવે છે.
 
તેઓ કહે છે કે મંદિર બંધ હોવાનાં બીજાં પણ કારણો છે અને વૈદિક શાસ્ત્રોમાં પણ આનો ઉલ્લેખ મળી આવે છે.
 
બ્રાહ્મણોએ દિવસ દરમિયાન સંધ્યા અને અગ્નિહોત્રની પૂજા કરવાની વાત કરે છે. કેટલાક બ્રાહ્મણો મંદિરોમાં કામ કરે છે. ગ્રહણ દરમિયાન અગ્નિહોત્રની પૂજા ન કરી શકાય. તેથી ગ્રહણ દરમિયાન મંદિરો બંધ રાખવામાં આવે છે.
 
કેટલાંક આગમો અનુસાર, મંદિરમાં પણ અગ્નિહોત્ર કરી શકાય છે. પરંતુ આ અંગે વૈદિક સાહિત્યનો એક અલગ મત છે.
 
વૈદિક શાસ્ત્રો અનુસાર બ્રાહ્મણ પતિ-પત્નીએ ઘરમાં અગ્નિહોત્રની પૂજા કરવાની હોય છે.એ દિવસે તેમને મંદિરમાં પૂજા કરવાનો અધિકાર નથી. તેથી ગ્રહણના દિવસોમાં મંદિરોને બંધ રાખવામાં આવે છે.
 
ગ્રહણ સમયે પણ ખુલ્લુ રહે છે આ મંદિર
 
તિરુપતિ જિલ્લામાં શ્રીકાલહસ્તી મંદિર ગ્રહણ દરમિયાન પણ ખુલ્લું રહે છે. આ મંદિરના પૂજારીઓનું કહેવું છે કે આ પ્રથા પ્રાચીનકાળથી ચાલતી આવે છે.
 
આ મંદિર અંગે વાત કરતા મંદિરના પૂજારી કહે છે કે શ્રીકાલહસ્તિસેશ્વર સ્વામી શિવનું નામ છે. શ્રીનો અર્થ છે ગર્ભ. કાલમનો અર્થ સાંપ થાય છે. હસ્તીનો અર્થ હાથી થાય છે. આ ત્રણ ચીજોની પૂજા થાય છે. માનવામાં આવે છે કે આ ત્રણેય શિવમાં વિલીન થઈ ગયા હતા.
 
"મંદિરમાં રાહુ-કેતુનો વાસ છે. શ્રીકાલહસ્તી મંદિરને રાહુ ક્ષેત્રના નામથી પણ ઓળખવામાં આવે છે. રાહુ-કેતુ સૂર્ય અને ચંદ્રની શક્તિનો સ્વીકાર કરે છે. ગ્રહણ દરમિયાન વિશેષ પૂજા અને અભિષેક કરવામાં આવે છે. રાહુ-કેતુના દોષથી બચવા માટે ભક્ત આ મંદિરમાં જાય છે.
 
એવું માનવામાં આવે છે કે, જો કોઈ સ્વામી અને માતાના દર્શન કરે, તો રાહુ-કેતુ દોષ સાથે, નવગ્રહ દોષ પણ દૂર થઈ જાય છે."
 
આ મંદિરને 'દક્ષિણ કૈલાશ' પણ કહેવામાં આવે છે. આ મંદિરમાં સ્વામી અને અમ્મા નિવાસ કરે છે. ક્ષેત્ર પુરાણ અનુસાર રાહુ અને કેતુ પર શંકરનું શાસન છે.
 
સાત ગ્રહ એક જ દિશામાં ચાલે છે. રાહુ અને કેતુ વિપરિત દિશાઓમાં ચાલે છે.
 
આ એક ઑફ-લિમિટ ક્ષેત્ર છે. આ એક અલગ પરંપરા છે. શૈવગામમાં અગોહોરા વિધિ અહીંના દેવતાઓ પાસે નવગ્રહનું કવચ છે. આ કારણથી શ્રીકાલહસ્તી મંદિરમાં ગ્રહણ દોષ ન હોવાની માન્યતા છે.
 
હિંદુ પુરાણો અનુસાર, શંકર વાયુની ઇચ્છાથી આ મંદિરમાં વાયુલિંગના રૂપમાં અવતરે છે. એક દંતકથા એવી પણ છે કે, મકોડા, સાંપ અને હાથીઓની પૂજાના કારણે આનું નામ પડ્યું.
 
આંધ્ર પ્રદેશની સરકાર અનુસાર, શ્રીકાલહસ્તી મંદિરના લોકપ્રિય થતાં પહેલાં, સ્થાનિક આદિવાસીઓએ પૂજા કરી હતી. પલ્લવ અને ચોલ સામ્રાજ્યના રાજાઓએ નવમી સદીમાં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. કુલતોંગ ચોલે મંદિરનું ગોપુર બંધાવ્યું હતું.
 
આ મંદિર વિજયનગર સામ્રાજ્યનું ભાગ હતું.
 
1516માં જ્યારે કૃષ્ણદેવરાયે ગડપથોને હરાવ્યા, તો આ મંદિરમાં રાજગોપુરમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 1529માં તેમના મૃત્યુ બાદ, અચ્યુત રાયની અહીં તાજપોશી થઈ હતી.
 
આ શૈલીમાં વિજયનગર સામ્રાજ્ય દરમિયાન શિવ અને વૈષ્ણવ સંપ્રદાયો દ્વારા તિરુપતિ, તદિપત્રી અને પેનુકોડમાં બનાવવામાં આવેલાં મંદિરો છે.