શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 19 એપ્રિલ 2019 (12:21 IST)

PM નરેન્દ્ર મોદી સામે પ્રિયંકા ગાંધીની ઉમેદવારીને લેઈને હજુ રહસ્ય અકબંધ

રાહુલ ગાંધીએ 'ધ હિંદુ' અખબારને આપેલા ઇન્ટરવ્યૂના હવાલાથી 'એનડીટીવી'એ લખ્યું છે કે પ્રિયંકા ગાંધીના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસીથી ચૂંટણી લડવા મુદ્દે હજુ રહસ્ય અકબંધ રહેશે.
 
વારાણસીમાં વડા પ્રધાન મોદી સામે પ્રિયંકા ચૂંટણી લડશે કે કેમ તે સવાલનો જવાબ આપતા રાહુલ ગાંધી કહ્યું, "હું તમને અસમંજસમાં રાખીશ."
 
રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું હતું કે તેઓ મોદી સામે પ્રિયંકાની ઉમેદવારીની વાતનો સ્વીકાર પણ નથી કરતા અને અસ્વીકાર પણ નથી કરતા. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસી બેઠક પરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ છે. ખાસ કરીને જ્યારથી પ્રિયંકાએ ગંગા બોટ અભિયાન હાથ ધર્યું ત્યારથી આ ચર્ચાઓએ વધુ વેગ પકડ્યો છે.