શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 19 એપ્રિલ 2019 (12:03 IST)

ભૂલથી ભાજપને મત આપ્યા બાદ યુવકે આંગળી કાપી

'ઇન્ડિયા ટુડે'ના અહેવાલ અનુસાર બીએસપી (બહુજન સમાજ પાર્ટી)ના સમર્થકે ભૂલથી ભાજપને મત આપતા પોતાની જ આંગળી કાપી નાખી. 
 
લોકસભા ચૂંટણીના બીજા ચરણના મતદાનમાં યૂપીના અબ્દુલ્લાપુર હુલાસપુર ગામના 25 વર્ષના દલિત યુવક પવન કુમારે મતદાન સમયે બીએસપીને બદલે બીજેપીનું બટન દબાવી દીધું હતું. 
 
મતદાનમાં થયેલી ભૂલથી નારાજ થઈને પવન કુમારે પોતાની આંગળી કાપી નાખી હતી. આ ઘટના બાદ તેમને તાત્કાલિક હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પવન કુમારે આ અંગે સોશિયલ મીડિયામાં વીડિયો પર પોસ્ટ કર્યો હતો.