ગુજરાતમાં કરા સાથે વરસાદી તોફાન : 9 લોકોનાં મૃત્યુ

Last Modified બુધવાર, 17 એપ્રિલ 2019 (09:47 IST)

મંગળવારે ગુજરાતના કેટલાક પ્રાંતોમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વર્સ્યો હતો.
'ધ ઇંડિયન એક્સ્પ્રેસ'ની અમદાવાદ આવૃત્તિમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે આ વરસાદી તોફાનમાં નવ લોકોનાં મૃત્યુ નોંધાયાં છે, સાથે-સાથે 14 જેટલાં પશુઓનાં પણ મૃત્યુ થયાં છે અને પાકને પણ નુકસાન થયું છે.
સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ સાથે કરા વર્સ્યા હતા.
ગાંધીનગરથી કાર્યરત સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટરના જણાવ્યા પ્રમાણે અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, મોરબી, સાબરકાંઠા અને મહેસાણામાં નવ લોકો મૃત્યુ પામ્યા છે.
વાતાવરણમાં પલટો આવતાં રાજ્યભરમાં તાપમાનમાં ઘટાળો નોંધાયો હતો.
તજજ્ઞોનું કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંતમાં કરા સાથે કમોસમી વરસાદ વર્સ્યો હતો.

આ પણ વાંચો :