શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2019 (11:52 IST)

ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

ગુજરાતમાં સિઝનનો સૌથી વરસાદ પડી ગયા પછી હાલમાં વરસાદનું જોર થોડું ઘટ્યું છે.
જોકે આગામી બે દિવસમાં હજુ પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગે આગાહી આપી છે.
ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વડોદરામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમેરલી, ભાવનગર, ગીરસોમનાથમાં પણ ધીમા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
એવી જ રીતે પંચમહાલ, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
તો કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં પણ વરસાદની આગાહી છે.