સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 11 મે 2019 (11:22 IST)

રાહુલ ગાંધીએ 1984 શીખ રમખાણો ગણાવ્યા ભયંકર, પિત્રોડાએ માફી માગી

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને સલાહકાર સૅમ પિત્રોડાના 1984ના નિવેદન પર વિવાદ થતાં કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું કે હું માનું છું કે 1984માં જે થયું તે ભયંકર ત્રાસદાયક હતું. સૅમ પિત્રોડાએ માફી માગવી જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે આ તોફાનોના દોષિતોને સજા મળવી જોઈએ. પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે આ મુદ્દે માફી માગી છે, મારા માતા સોનિયા ગાંધીએ પણ માફી માગી છે અને આ મુદ્દે અમારા વિચારો સ્પષ્ટ છે.
 
સૅમ પિત્રોડાએ આ પોતાના નિવેદન મામલે માફી માગી લીધી હતી. તેમણે કહ્યું કે એમની હિન્દી ખરાબ છે અને તેમનાં નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું.
એમણે કહ્યું કે તેઓ 'જે થયું તે ખરાબ થયું' એમ કહેવા માગતા હતા પરંતુ ખરાબ શબ્દનો અનુવાદ તેમને એ વખતે ન સૂઝ્યો.
 
ઉલ્લેખનીય છે કે સૅમ પિત્રોડાએ એક પત્રકારને એમ કહ્યું હતું કે '1984માં જે થયું તે થયું ગત પાંચ વર્ષમાં શું થયું એના પર વાત કરો.'
 
પિત્રાડાના આ નિવેદનને નરેન્દ્ર મોદી સહિત ભાજપે ઝડપી લીધું અને એને લઈને વિવાદ ઊભો થયો.