સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 7 નવેમ્બર 2019 (10:43 IST)

ગુજરાત સરકારે વિજય રૂપાણી માટે 191 કરોડના ખર્ચે નવું વિમાન ખરીદ્યું

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ગુજરાત સરકારે મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને અન્ય વીઆઈપી પદાધિકારીઓને લાવવા-લઈ જવા માટે 191 કરોડ રુપિયાનું નવું બિઝનેસ જેટ (વિમાન) ખરીદ્યું છે.
અહેવાલમાં કહેવાયું છે કે નવું વિમાન વધારાનાં સુરક્ષા ફીચર્સ સાથેનું છે. આ વિમાન નોનસ્ટૉપ 7.5 કલાક સુધી ઊડી શકે છે તથા તે પેરિસ સુધીની યાત્રા કરી શકે છે.
હાલ સરકાર પાસે જે વિમાન છે તે 20 વર્ષ જૂનું છે અને તેની સ્થિતિ સારી ન હોવાનું કહેવાયું છે.
તે અસુરક્ષિત પણ હોવાથી નવું જેટ ખરીદવાનો નિર્ણય કરાયો હતો. જેને પગલે વૈશ્વિક ધોરણે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને સંપૂર્ણ પ્રક્રિયા બાદ વિમાન ખરીદાયું છે.