બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
Written By
Last Modified: શનિવાર, 30 એપ્રિલ 2022 (15:19 IST)

ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થી પર હુમલો: CCTV

exam attack
બનાસકાંઠામાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યાની ઘટના બની છે. મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠામાં વાવના ઢીમાની સંસ્કાર ઉમા વિદ્યાલયમાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો.. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી છે. બે વિધાર્થીઓ વચ્ચે અગાઉ થયેલી સામાન્ય બોલાચાલીનું મનદુ:ખ રાખીને હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના પછી વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
 
વીડિયોમાં જોઇ શકાય છે કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે જ બે શખ્સો વર્ગખંડમાં પ્રવેશે છે.જેમાં એક વ્યક્તિના હાથમાં લોખંડનો સળિયો છે અને આ વ્યક્તિ વિદ્યાર્થી પાસે પહોંચે છે અને તેના પર હુમલો કરવા લાગે છે. ત્યારે તે વિદ્યાર્થી સળિયાના હુમલાથી બચવાનો પ્રયાસ કરે છે. વિદ્યાર્થી વર્ગખંડમાંથી ભાગી બહાર નીકળી જાય છે. હુમલાની ઘટનાને લઈ વાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સીસીટીવીને આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
 
મળતી જાણકારી અનુસાર,  ઉમા સંસ્કાર વિદ્યાલયમાં અભ્યાસ કરતા યોગેશ અમીરા ભાઈ બ્રાહ્મણ અને રણજીત કરસનભાઈ વેજિયા નામના બે વિદ્યાર્થીઓ વચ્ચે 15 દિવસ અગાઉ બોલાચાલી થઇ હતી. જેનું દુઃખ રાખીને રણજીતના પિતા કરસનભાઇએ ચાલુ પરીક્ષાએ વર્ગખંડમાં ઘૂસી યોગેશ પર લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. હુમલાનો ભોગ બનેલા યોગેશના પિતા અમીરા ભાઈ બ્રાહ્મણે મારમારનાર કરશન રાજપૂત સામે વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો વધુ તપાસ હાથ ધરી હતી.