શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
Written By
Last Modified: ગુરુવાર, 25 જુલાઈ 2019 (12:51 IST)

બિટકનેક્ટ કૌભાંડમાં FBI સુરત પહોંચી, ક્રિપ્ટો કરન્સીના 13માંથી 9 કેસ સુરતના

અમેરિકાની એફબીઆઈના બે અધિકારીઓ બિટકનેકટની તપાસ માટે સુરત આવ્યાં હતા. જ્યાં બિટ કનેકટના માસ્ટર માઇન્ડ સતીશ કુંભાણીની પૂછપરછ કરી હતી. સતીશ કુંભાણીએ વિયેતનામ, મલેશિયા, ઈન્ડોનેશિયા, સાઉથ કોરીયા, જાપાન, ફિલિપાઇન્સ, દુબઈ, અમેરિકા વગેરે દેશોમાં પણ રોકાણ કરાવ્યું હતું. જેને લઈને એફબીઆઈએ આવવાની ફરજ પડી હતી. બિટકોઈન જેવી બિટકનેકટ લિમિટેડ કંપની બનાવી કરોડોનું કૌભાંડ કરનારા મુખ્ય સૂત્રધાર સતીશ કુંભાણીની એફબીઆઈએ પૂછપરછ કરી હતી.
આ બાબતે સીઆઈડી ક્રાઇમના સત્તાધીશોએ જણાવ્યું કે એફબીઆઈ(ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન)ના બે અધિકારીઓ ભારત આવ્યા હતા અને તેમણે સીઆઈડી ક્રાઇમના અધિકારીની હાજરીમાં બિટ કનેકટના મુખ્ય કૌભાંડ સતીશ કુંભાણીની 3 કલાક સુધી પૂછપરછ કરી હતી. જેમાં એફબીઆઈના સત્તાધીશોએ કુંભાણી પાસેથી ત્યાંના પ્રમોટરોની માહિતી મેળવી હતી અને ત્યાંના લોકો કંપનીનો કર્તાહર્તા તરીકે વીંડીનું નામ આવતું હતું. જોકે પાછળથી ખબર પડી કે બિટકનેક્ટમાં મુખ્ય કૌભાંડી સતિષ કુંભાણી જ છે. સીઆઈડી ક્રાઇમના સ્ટાફે સતીશ કુંભાણી સાથે સુરેશ ગોરસીયાને પણ લઈ આવી હતી. જો કે એફબીઆઈએ માત્ર સતીશ કુંભાણીની પૂછપરછ કરી હતી. હવે આગામી દિવસોમાં એફબીઆઈ બિટકનેકટ અંગેની ડોક્યુમેન્ટો સીઆઈડી ક્રાઇમ પાસેથી મેળવીને તપાસ કરશે.
બિટકોઇનના નામે અલગ અલગ કોઇનનો નામે લેભાગુ કંપનીએ ખોલી કરોડોનું કૌભાંડ કર્યુ છે. અલગ અલગ પ્રકારના કોઇનમાં રોકાણકારો મોટેભાગના સુરતના અને સાથે આરોપીઓ સુરત વિસ્તારના છે. અત્યાર સુધીમાં બિટકોઈનની બાબતે સીઆઈડી ક્રાઇમમાં 9 ગુનાઓ તેમજ કામરેજ અને સરથાણા પોલીસમાં એક ગુનો નોંધાયો છે. ઉપરાંત બરોડા અને અમદાવાદમાં એક-એક ગુનો સીઆઈડી ક્રાઇમમાં દાખલ થયેલો છે. જેમાં અત્યાર સુધીમાં સીઆઈડી ક્રાઇમે સુરતમાંથી આ કેસોને લઈને લગભગ 50થી વધુ કરોડની પ્રોપટી ટાંચમાં લીધી છે.