Last Modified: કુશાભાઊ ઠાકરે નગર (ઇંદૌર) , શુક્રવાર, 19 ફેબ્રુઆરી 2010 (11:06 IST)
રાજનાથે સમજાવ્યું અધ્યક્ષ પદનું મહત્વ
ભાજપાના નિવર્તમાન અધ્યક્ષ રાજનાથ સિંહ માટે અધ્યક્ષનું પદ 'કાટાળા મુંગટ' જેવું હતું. જેના કાંટાઓ તેમને કેટલી વખત લાગ્યા તેનો અહેસાસ તેમના ગુરૂવારના ભાષણમાં જોવા મળ્યો.
રાજનાથને પક્ષના મોટા નેતાઓએ ઘેરામાં લીધા હતાં. અરૂણ જેટલીથી તેમના સંબંધ બગડી ગયાં હતાં. વસુંધરા રાજેએ તો તેમને આવ્હાન કર્યું હતું. જસવંત સિંહ તેમના જ કાર્યકાળમાં પાર્ટીમાંથી બહાર થઈ ગયાં. આ તમામ નેતાઓ ખુદ રાજનાથના રાજનૈતિક કદથી ઘણા ઉંચા છે. બાકીના નેતાઓના રાજનાથ સાથે મતભેદ રહ્યાં.
જેમનું દુ:ખ તેમણે આજે પ્રગટ કર્યું. અધ્યક્ષપદની મહાનતા જણાવવા માટે તેમણે આ પદની તુલના વિક્રમાદિત્યના સિંહાસન સાથે કરી જેના પર દિનદયાળ ઉપાદ્યાયથી લઈને અટલબિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી જેવા લોકો બેઠા છે તેની તેમણે યાદ અપાવડાવી.
અધ્યક્ષના પદ પર વિશ્વાસ, આસ્થા હોવી જોઈએ, તેનો અહેસાસ કરાવવા માટે તેમણે ગણિતનો આશરો લીધો. ગણિતમાં એક સંખ્યા માનવામાં આવે છે અને તેના આધાર પર ગણિતનો જવાબ નીકળે છે. એ જ પ્રકારે અધ્યક્ષ એક પદ છે, તેને સન્માન આપવું જોઈએ, કારણ કે, સત્તાનો જવાબ મેળવવા માટે અધ્યક્ષ હોવું જરૂરી છે, આ કથન મારફત તેમણે અધ્યક્ષની મહત્તા વ્યક્ત કરી.
અધ્યક્ષ નિતિન ગડકરીએ પણ રાજનાથની આ પીડાનો ઉલ્લેખ પોતાના ભાષણમાં કર્યો. કાર્યકર્તા અને નેતા પ્રશિક્ષણની વાત તેમણે આ સંદર્ભમાં કહી. તેની સાથોસાથ પક્ષમાં અનુશાસન પણ હોવું જરૂરી છે એ વાત પણ તેમણે પુનરાવર્તિત કરી.