ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 23 જુલાઈ 2022 (11:27 IST)

68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જાહેર; મધ્યપ્રદેશને ફિલ્મ માટે સૌથી અનુકૂળ રાજ્યનો પુરસ્કાર મળ્યો

68th National Film Awards
68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જ્યૂરી દ્વારા આજે વર્ષ 2020 માટે પુરસ્કાર વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત પહેલાં, જ્યૂરી ટીમના ચેરપર્સન અને અન્ય જ્યૂરી સભ્યોએ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર સાથે મુલાકાત કરી હતી અને તેમની સમક્ષ પુરસ્કારો માટેની પસંદગીઓ રજૂ કરી. 
 
અનુરાગ ઠાકુરે તમામ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે અને જણાવ્યું હતું છે કે, કોવિડ મહામારીના કારણે વર્ષ 2020 ફિલ્મો માટે ખાસ કરીને મુશ્કેલી ભર્યું વર્ષ રહ્યું હતું, તેમ છતાં પણ નામાંકનોમાં કેટલાય મહાન કાર્યોનો સમાવેશ થાય છે. તમામ એન્ટ્રીઓની ખંતપૂર્વક ચકાસણી અને પુરસ્કારો માટે શ્રેષ્ઠની પસંદગી કરવા બદલ મંત્રીશ્રીએ જ્યૂરી ટીમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. જ્યૂરી ટીમમાં સમગ્ર ભારતના સિનેવર્લ્ડના અગ્રણી ફિલ્મ સર્જકો અને ફિલ્મ ઉદ્યોગની નામાંકિત હસ્તીઓ સામેલ છે.
 
પુરસ્કારોની જાહેરાત, ચિત્રાર્થ સિંહ, ચેરપર્સન બિન-ફીચર જ્યૂરી, અનંત વિજય, ચેરપર્સન, સિનેમા પર શ્રેષ્ઠ લેખન જ્યૂરી અને ધરમ ગુલાટી, ફીચર ફિલ્મ જ્યૂરી (સભ્ય – કેન્દ્રીય પેન) દ્વારા કરવામાં આવી હતી અને આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિક સચિવ નિરજા સેખર ઉપસ્થિત રહ્યા હતા.
 
મધ્યપ્રદેશને ફિલ્મ માટે સૌથી અનુકૂળ રાજ્ય તરીકેનો પુરસ્કાર આપવામાં આવ્યો છે જ્યારે ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશને વિશેષ ઉલ્લેખ પ્રાપ્ત થયો છે. કિશ્વર દેસાઇની ‘ધ લોંગેસ્ટ કિસ’ને વર્ષ 2020 માટે સિનેમા પર શ્રેષ્ઠ પુસ્તકનો પુરસ્કાર મળ્યો છે જ્યારે મલયાલમ પુસ્તક ‘એમટી અનુનહવાંગલુડે પુસ્તકમ’ અને ઓડિયા પુસ્તક ‘કાલી પાઇને કાલિરા સિનેમા’ને વિશેષ ઉલ્લેખ પ્રાપ્ત થયો છે.
 
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ પુરસ્કાર તમિલ ફિલ્મ ‘સૂરારાઇ પોત્રુ’ જીતી છે જેનું દિગ્દર્શન સુધા કોંગારાએ કર્યું છે. ‘તાન્હાજી: ધ અનસંગ વોરિયર’ ફિલ્મને સારું મનોરંજન પૂરું પાડનારી શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ તરીકેનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
 
વર્ષ 2020 માટે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર 'સૂરરાઇ પોત્રુ' માટે સૂર્યા અને હિન્દી ફિલ્મ 'તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર' માટે અજય દેવગણને સંયુક્ત રીતે આફવામાં આવે છે. મનોજ મુન્તાશીરે હિન્દી ફિલ્મ 'સાઇના' માટે શ્રેષ્ઠ ગીતનો પુરસ્કાર જીત્યા છે.