#Pulwama આતંકી હુમલામાં શહીદ જવાનોને એક્ટ્રેસની શ્રદ્ધાંજલિ - કોની સરકાર બનશે અને કોની પડી ભાગશે.. આવુ ક્યા સુધી ચાલશે !!
જમ્મુ-કાશ્મીરના પુલવામાં થયેલ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા શહીદોને ભોજપુરી અભિનેત્રી રાની ચટર્જીએ શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન તેણે કે ઈમોશનલ વીડિયો શેયર કરતા કહ્યુ કે છેવટે ક્યા સુધી આ બધુ ચાલતુ રહેશે. તેણે રૂંધાયેલા અવાજમાં કહ્યુ કે કોની સરકાર બનશે અને કોણી પડી ભાંગશે.. કોણ પ્રધાનમંત્રી બનશે અને કોણ નહી બને. આપણે લોકો આમાં જ રહી જઈએ છીએ અને દુશ્મન દેશની આ જ તકનો લાભ શોધતો હોય છે અને આ પ્રકારના હુમલા કરે છે. ખબર નહી આવનારા સમયમાં શુ શુ થવાનુ છે.
રાની ચેટર્જીએ આગળ કહ્યુ. જ્યારથી મે હોશ સાચવ્યો છે. ત્યારથી હુ સાંભળી રહી છુ કે પાકિસ્તાન આતંકવાદી દેશ છે અને આ પ્રકારના હુમલા થાય છે. જેમા આપણા અનેક જવાન શહીદ થઈ જાય છે. પણ ક્યા સુધી ? ક્યા સુધી થશે આ.. હુ ખૂબ જ નિરાશ છુ. આવા સમયે શહીદોના પરિવાર સાથે જે વીતી રહી છે તેનુ દર્દ કોઈ પણ શબ્દ દૂર નથી કરી શકતા. તેથી હુ કશુ નહી કહેવા માંગુ. બસ હવે જોવાનુ એ છે કે સરકાર શુ કરે છે.
ભોજપુરી સિનેમાની સૌથી મોંઘી અભિનેત્રી છે રાની..
રાની ચેટર્જીએ 2004માં મનોજ તિવારીના અપોઝિટ સસુરા બડા પૈસાવાલા દ્વારા ભોજપુરી સિનેમામાં ડેબ્યૂ કર્યુ હત્રુ. આ ફિલ્મ એ સમયની હાઈએસ્ટ ગ્રોસિંગ ભોજપુરી ફિલ્મ હતી. ત્યારબાદ રાની સીતા, દેવર બડા સતાવેલા, રાની નં 786, માઈ કે કર્જ અને દુર્ગા જેવી લગભગ 40 ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. આજની તારીખમાં તે ભોજપુરીની સૌથી મોંઘી અભિનેત્રીમાંથી એક્છે. જે એક ફિલ્મમાં કામ કરવા માટે 5-8 લાખ ચાર્જ કરે છે.