ગુરુવાર, 10 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 7 એપ્રિલ 2023 (19:14 IST)

Adnan Sami એ બનાવ્યો તેની પત્નીનો પોર્ન વીડિયો! ડિગ્રી પણ નકલી, સિંગરના ભાઈ જુનૈદે લગાવ્યા ગંભીર આરોપ

Adnan Sami Brother Junaid Sami Shocking allegations: પાકિસ્તાનથી આવીને  ભારતીય નાગરિકતા મેળવનાર સિંગર અદનાન સામી હવે વિવાદમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. તેમના નાના ભાઈ જુનૈદ સામીએ તેમના પર ગંભીર આરોપ લગાવ્યા છે. જુનૈદે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પોસ્ટમાં જુનૈદે પોતાની પત્નીના અશ્લીલ વીડિયો બનાવવા, નકલી ડિગ્રી ખરીદવા જેવા અનેક ગંભીર આરોપો સાથે ભારતીય નાગરિકતા લેવા પાછળના અદનાનના કારણનો પણ ખુલાસો કર્યો છે.
 
અદનાનને ઓપન ચેલેન્જ આપી
 
અદનાન સામીના ભાઈ જુનૈદ સામીએ સોશિયલ મીડિયા પર એક લાંબી નોટ શેર કરી છે. જેમાં તેણે સિંગર વિશે કેટલીક એવી વાતો લખી છે જેને જાણીને દરેકને આશ્ચર્ય થાય છે. પોસ્ટમાં જુનૈદે લખ્યું, "ઈમરાન ખાન બનવાનો સમય આવી ગયો છે. હું મારા મોટા ભાઈ અદનાન સામી વિશેના અનેક હકીકત પરથી પડદો ઉઠાવી  રહ્યો છું.
કારણ કે હવે મને ફક્ત ઉપરવાળાનો જ ડર લાગે છે બીજા કોઈનો નહીં. મારે આ બધું નથી કરવું, પણ મારે કરવું જ પડશે, કારણ કે હવે સત્ય ખૂબ મહત્વનું છે." આગળ, જુનૈદે અદનાનને તેની વાત સાબિત કરવા માટે પડકાર ફેંક્યો, લખ્યુ, "હું અદનાનને પડકાર આપું છું, કે તે મારી કોઈપણ વાતમાંથી એક પણ વાતને ખોટી સાબિત કરી બતાવે"
 
પોસ્ટમાં લખી બધી હકીકત 
 
અત્યાર સુધી અદનાન કહેતો આવ્યો છે કે તેનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો હતો. જ્યારે જુનૈદે પોસ્ટમાં લખ્યું છે કે, "અદનાનનો જન્મ 15 ઓગસ્ટ 1969ના રોજ રાવલપિંડીની એક હોસ્પિટલમાં થયો હતો. થોડા વર્ષો પછી 1973માં મારો જન્મ પણ આ હોસ્પિટલમાં થયો હતો, તેથી તે ખોટું છે કે અદનાનનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો હતો." ઈગ્લેંડમા તે પોતાના ઓ લેવલમાં ફેલ થઈ ગયો. પછી તેણે લાહોરથી ડિગ્રી બનાવડાવી. ત્યારબાદ તેણે A-લેવલ અબુ ધાબીથી ખાનગી રીતે કર્યું.
 
કોર્ટમાં બતાવ્યો પત્નીનો પોર્ન વીડિયો 
 
પોસ્ટમાં અદનાન પર આરોપ લગાવતા જુનૈદે વધુમાં દાવો કર્યો કે ગાયકે તેની બીજી પત્નીનો પોર્ન વીડિયો બનાવ્યો અને તેને કોર્ટમાં બતાવ્યો. તેણે લખ્યું કે, આ વાત મને પરેશાન કરે છે, હું મારી ગર્લફ્રેન્ડ સાથે પણ આવું નથી કરી શકતો. અદનને તેની બીજી પત્ની સબા સાથે 2007-2008 વચ્ચે અશ્લીલ વીડિયો રેકોર્ડ કર્યો હતો. જે બાદ અદનાને કોર્ટમાં કહ્યું કે આ વીડિયો તેણે નહીં પરંતુ સબાના બોયફ્રેન્ડે બનાવ્યો છે. આ પછી તેણે કોર્ટમાં વીડિયો પણ રજૂ કર્યો હતો. જેથી સમગ્ર ભારત તેને જોઈ શકે. મને કહેવામાં આવ્યું કે સબા આ બધું જોઈને કોર્ટમાં બેહોશ થઈ ગઈ હતી."
 
પોસ્ટ વાયરલ થયા બાદ ડીલીટ કરી દેવામાં આવી
 
શુક્રવારે બપોરે આ પોસ્ટ સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. જે બાદ જુનૈદે થોડી જ વારમાં તે પોસ્ટને  ડિલીટ કરી. આ પોસ્ટમાં જુનૈદે અદનાન સામીની ભારતીય નાગરિકતાનું કારણ પણ જણાવ્યું છે. જુનૈદના કહેવા પ્રમાણે, સિંગરને ભારતમાં સારા પૈસા મળે છે, જે પાકિસ્તાનમાં મળતા ન હતા. તેથી તેણે ભારતની નાગરિકતા મેળવી.