શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 24 માર્ચ 2018 (14:59 IST)

'હિચકી' પર ભારે પડી 'રેડ', અજયની ફિલ્મની કમાણી વધુ

અજય દેવગનની રેડ રજુ થઈને આઠ દિવસ થઈ ગયા છે.  બીજા શુક્રવારે ફિલ્મની કમાણીએ ગતિ થોડી ધીમી થઈ છે અને તેણે લગભગ 3.55 કરોડ કમાવ્યા છે.  અજયની ફિલ્મએ હજુ સુધી કોઈપણ્ણ દિવસે એટલી ઓછી કમાણી નથી કરી. છતા પણ આ કમાણી ગઈકાલે રજુ થયેલી હિચકીથી વધુ છે.  હિચકીને ફક્ત 3.30 કરોડ રૂપિયા મળ્યા. 
 
અજયની અગાઉની સીરિયસ ફિલ્મ દ્રશ્યમ હતી. આ થ્રિલરે 77 કરોડનો ધંધો કર્યો હતો.  રેડ તેનાથી વધુ કમાવશે. આ નક્કી છે કે હાલ તેની કમાણી 66.60 કરોડ રૂપિયા છે. 
 
ફિલ્મને મિક્સ  રિવ્યુ મળ્યા છે. તેમા કહેવામાં આવી રહ્યુ છે કે આ ફિલ્મ અજય દેવગન માટે નહી પણ સૌરભ શુક્લા માટ જોવી જોઈએ. 
તેને 3400 સ્ક્રીંસ પર રજુ કરવામાં આવી હતી 100 કરોડની કમાણીની આશા કરવી એ ઉતાવળ કહેવાશે.  આમ તો અજયની અગાઉની ફિલ્મ ગોલમાલ અગેન એ 200 કરોડથી વધુની કમાણી કરી હતી. તેથી રેડ પાસે આશા રાખી શકાય છે. જો કે આ જુદા જૉનરની ફિલ્મ છે.