ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 22 ફેબ્રુઆરી 2023 (23:08 IST)

અક્ષય કુમારે તોડ્યો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, 3 મિનિટમાં કરી બતાવ્યું આ કામ

selfie
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર(Akshay Kumar) પોતાની આગામી કોમેડી-ડ્રામા ફિલ્મ 'સેલ્ફી'(Selfiee) ના પ્રમોશન માટે કોઈ કસર બાકી રાખી રહયા નથી. હાલમાં જ આ ફિલ્મના પ્રમોશન દરમિયાન અક્ષય કુમારે પણ એક રેકોર્ડ તોડ્યો છે. અક્ષય કુમારે 3 મિનિટમાં સૌથી વધુ સેલ્ફી લેવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા આ રેકોર્ડ અમેરિકાના જેમ્સ સ્મિથના નામે નોંધાયેલો હતો. અક્ષય કુમારે ત્રણ મિનિટમાં 184 સેલ્ફી લીધી, જ્યારે જેમ્સ સ્મિથે ત્રણ મિનિટમાં 168 સેલ્ફી લેવાનો રેકોર્ડ બનાવ્યો. સોશિયલ મીડિયા અક્ષય કુમારે એક પોસ્ટ સાથે કેટલીક તસવીરો પણ શેર કરી છે.
 
સેલ્ફી લેવાનો રેકોર્ડ
 
અક્ષય કુમાર (Akshay Kumar) એ પોતાની પોસ્ટમાં લખ્યું, 'હું આ અનોખો વર્લ્ડ રેકોર્ડ તોડીને ખુશ છું અને આ ક્ષણ મારા ફેન્સ સાથે શેર કરી રહ્યો છું. મેં અત્યાર સુધી જે કંઈ હાંસલ કર્યું છે અને હું આ ક્ષણે જીવનમાં જ્યાં છું તે બધું મારા ચાહકોના બિનશરતી પ્રેમ અને સમર્થનને કારણે છે. તેને ખાસ ભેટ આપવાની મારી રીત હતી. તે સ્વીકારવા માટે કે તે મારી સમગ્ર કારકિર્દી દરમિયાન મારી અને મારા કામની સાથે છે. અક્ષય કુમારે આ પોસ્ટ સાથે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે લોકો સાથે સેલ્ફી લેતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં એક પછી એક વ્યક્તિ આવે છે અને અક્ષય તેમની સાથે સેલ્ફી લે છે.
 
અક્ષય-ઇમરાન સાથે
 
ઉલ્લેખનિય છે કે ફિલ્મ 'સેલ્ફી'માં પહેલીવાર ઈમરાન હાશ્મી અને અક્ષય કુમાર  સાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે. ફિલ્મની વાર્તા એક સુપરસ્ટાર અને તેના ફેન વચ્ચેની દુશ્મની પર આધારિત છે.  આ ફિલ્મના 2 ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યા છે, જેમાં પ્રથમમાં ઈમરાનની સ્ટોરી અને બીજીમાં અક્ષય કુમારની સ્ટોરી બતાવવામાં આવી છે. આ બે કલાકારો સાથે, ફિલ્મમાં નુસરત ભરૂચા પણ છે જે ઇમરાન હાશ્મીની પત્નીની ભૂમિકા ભજવી રહી છે. વર્ષ 2023માં રિલીઝ થનારી આ ફિલ્મ અક્ષયની આ વર્ષની પહેલી ફિલ્મ છે. ગત વર્ષ અક્ષય કુમાર(Akshay Kumar) માટે કંઈ ખાસ સાબિત થયું ન હતું, તેથી જોવાનું રહેશે કે તે 2023ની શરૂઆત કેવી રીતે કરે છે.