રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 30 સપ્ટેમ્બર 2023 (17:21 IST)

Anushka Sharma Second Pregnancy: અનુષ્કા-વિરાટ બીજી વખત બનવા જઈ રહ્યા છે પેરેન્ટ્સ ?

anushka
anushka
Anushka Sharma Second Pregnancy: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ખૂબ જ ટૂંક સમયમાં આ કપલના લગ્ન સમારોહ યોજાવા જઈ રહ્યા છે. વિરાટ કોહલી અને અનુષ્કા બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે.
 
બીજી વખત મા બનવાની છે અનુષ્કા શર્મા 
હિન્દુસ્તાન ટાઈમ્સના એક અહેવાલ મુજબ અનુષ્કા શર્મા બીજી વખત પ્રેગ્નન્ટ છે. રિપોર્ટ અનુસાર આ કપલ જલ્દી જ પોતાના ફેન્સ સાથે આ ખુશખબર શેર કરવા જઈ રહ્યું છે. પરંતુ હાલમાં તે આ વાતને દુનિયાની સામે લાવવા માંગતા નથી.

 
પૈપરાજીને કરી હતી વિનંતી
સૂત્રોના જણાવ્યા અનુસાર, થોડા દિવસો પહેલા અનુષ્કા અને વિરાટને મેટરનિટી ક્લિનિકની બહાર પૈપરાજીએ જોયા હતા., પરંતુ બંનેએ તેમનો ફોટો લીક ન કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે તે બહુ જલ્દી તેની જાહેરાત કરવા જઈ રહયા છે. આ જ કારણ છે કે અનુષ્કા લાંબા સમયથી જાહેર કાર્યકમમાં પોતાની હાજરી આપી રહી નથી. આ કપલ અંબાણીની ગણેશ ચતુર્થી પાર્ટીમાંથી પણ ગાયબ જોવા મળ્યું હતું.

 
કપલે હજુ સુધી તેમની પુત્રીનો ચહેરો બતાવ્યો નથી
ઉલ્લેખનીય છે કે વિરાટ અને અનુષ્કા તેમના અંગત જીવનને ખાનગી રાખવાનું પસંદ કરે છે. ઘણી વખત અભિનેત્રીએ તેની પુત્રીની તસવીરો ક્લિક કરવા બદલ પૈપરાજીને ફટકાર લગાવી છે.. બંનેને એક 2 વર્ષની દીકરી છે જેનું નામ વામિકા છે. દંપતીએ હજુ સુધી તેમની પુત્રીનો ચહેરો બતાવ્યો નથી. એક ઈન્ટરવ્યુમાં વિરાટે કહ્યું હતું કે તેણે અને અનુષ્કાએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી તે પોતે આ વાત નહીં સમજે ત્યાં સુધી તેઓ તેમની દીકરીનો ચહેરો નહીં બતાવે. અનુષ્કાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં 'ચકડા એક્સપ્રેસ'માં જોવા મળશે.