ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 25 એપ્રિલ 2023 (10:57 IST)

Arijit Singh Birthday: એક વર્ષ પણ નહોતા ચાલ્યા અરજીત સિંહના પહેલા લગ્ન, પછી બાળપણની મિત્રને બનાવી જીવનસંગિની

Arijit Singh Birthday: અરિજિત સિંહ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર  સિંગર છે. તેમના ગીતો દિલમાં ઉતરી જાય  છે. અરિજિતે ઘણા સુપરહિટ ગીતો ગાયા છે, જેને લોકોએ ખૂબ પસંદ કર્યા છે. આજે અરિજીત સિંહ પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર, ચાલો જોઈએ અરિજીત સિંહના અંગત જીવન પર.
 
અરિજિતે કર્યા બે લગ્ન 
અરિજીત સિંહ (Arijit Singh)ખૂબ જ સરળ અને અંગત વ્યક્તિ છે. તે પોતાના અંગત જીવન વિશે વધારે વાત નથી કરતો. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે અરિજીત સિંહે બે લગ્ન કર્યા છે. તેમના પ્રથમ લગ્ન એક વર્ષ પણ ટક્યું ન હતું. પહેલી પત્નીથી છૂટાછેડા લીધા પછી તેમણે પોતાની બાળપણના મિત્રને જીવનસંગિની બનાવી લીધી, જે એક બાળકની માતા હતી.
 
એક વર્ષ પણ ટક્યા નહી પહેલા લગ્ન 
અમારી એફિલિએટ વેબસાઈટ DNAના રિપોર્ટ અનુસાર, અરિજીત સિંહે વર્ષ 2013માં એક મ્યુઝિક શોમાં પોતાના કો-કંટેસ્ટન્ટ સાથે લગ્ન કર્યા હતા. જો કે, આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને તે જ વર્ષે બંને અલગ થઈ ગયા. જોકે, અરિજીત સિંહની પહેલી પત્ની સાથે સોશિયલ મીડિયા પર કોઈ તસવીર નથી અને તે આ લગ્ન વિશે વાત પણ નથી કરતો.
બાળપણની મિત્રને બનાવી જીવનસંગિની 
આ પછી અરિજીત સિંહે વર્ષ 2014માં તેના બાળપણના મિત્ર કોયલ રોય સાથે લગ્ન કર્યા. આ કપલે બંગાળી રીતિ-રિવાજ પ્રમાણે ગુપચુપ રીતે લગ્ન કર્યા, જેના વિશે લોકોને ઘણા વર્ષો સુધી ખબર ન હતી. રસપ્રદ વાત એ છે કે બંનેના આ બીજા લગ્ન છે. કોયલ રોયને તેના પહેલા લગ્નથી એક પુત્રી પણ છે.
 
પર્સનલ લાઈફ વિશે જાહેરમાં નથી કરતા વાત 
અરિજીત સિંહે એકવાર 'ફિલ્મફેર'ને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના લગ્નને મીડિયાની નજરથી દૂર રાખવા પાછળનું કારણ જણાવ્યું હતું. અરિજિત સિંહે કહ્યું હતું કે, 'અમે ઘણા સમય પહેલા લગ્ન કર્યા હતા, પરંતુ હવે અમે એક કાર્યક્રમ  સાથે તેને સાર્વજનિક કર્યા છે.  મારા જીવનમાં ઘણી સમસ્યાઓ હતી. હું અલગ થવાના તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. હું ઘણી બધી બાબતોમાંથી પસાર થયો છું. હું ફરીથી તે તબક્કામાંથી પસાર થવા માંગતો નથી, તેથી હવે તેના વિશે વાત નહી કરીએ.