ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 23 નવેમ્બર 2022 (11:11 IST)

Karisma Kapoor and Abhishek Bachchan: બચ્ચન પરિવારના આ લગ્નથી શરૂ થઈ હતી લવ સ્ટોરી, અભિષેકને જોતા જ દિલ આપી દીધુ હતુ

Karisma Kapoor and Abhishek Bachchan Love Story: કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચનના વચ્ચે સંબંધ સગાઈ સુધી પહોંચી ગયો હતો. ભલે આ સંબંધ તૂટી ગયો પણ બન્નેની લવ સ્ટોરીની શરૂઆત કેવી રીતે થઈ આ ખૂબજ રોચક છે. 
karishma kapoor
Karisma Kapoor and Abhishek Bachchan Relation: કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચન તે બે નામ છે જે જોડાયા તો હતા એક થવા માટે પણ ક્યારે એક ન થઈ શકયા. પણ જ્યારે-જ્યારે બૉલીવુડની લવ સ્ટોરીઓની ચર્ચા થાય છે તો તેમનો નામ પણ જરૂર લેવામાં આવે છે. સંબંધ તૂટ્યો આ તો બધા જાણે છે પણ આ સંબંધની શરૂઆત કેવી રીતે થઈ આ ખૂબ રોચક છે. વાત ફક્ત સગાઈ સુધી સીમિત નહોતી પણ બંનેના લગ્નના કાર્ડ પણ વહેંચાઈ ચુક્યા હતા.  હકીકતમાં પ્રેમની શરૂઆત લગ્નથી થઈ હતી અને તે લગ્ન બચ્ચન પરિવાર માટે ખૂબ ખાસ હતો. 
 
શ્વેતા બચ્ચનના લગ્નમાં પ્રેમ ખીલ્યો
ફેબ્રુઆરી 1997માં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની લાડકી શ્વેતાનો સંબંધ કપૂર પરિવારની દીકરી રિતુ નંદાના પુત્ર નિખિલ સાથે ફિક્સ થઈ ગઈ હતી. આ સંબંધ પછી કપૂર અને બચ્ચન પરિવાર નજીક આવ્યા. લગ્નમાં આખુ કપૂર પરિવાર શામેલ થયો હતો અને દરેક રીતિમાં તેણે ખાસ ધ્યાન રાખ્યો હતો. આ દરમિયાન મળ્યા હતા અભિષેક અને કરિશ્મા. કહેવાય છે કે અહીંથી અભિષેક અને કરિશ્મા વચ્ચે બોન્ડિંગ શરૂ થયું હતું. બંને એકબીજાને મળવા લાગ્યા. ખાસ વાત એ હતી કે ત્યાં સુધી અભિષેકે ડેબ્યુ પણ કર્યું ન હતું.
 
બન્ને એક બીજાને ડેટ કરવા લાગ્યા હતા 
મીડિયા રિપોર્ટસ મુજબ આ લગ્નમાં બન્ને એક બીજાને પસંદ કરવા લાગ્યા હતા અને જોતા જ જોતા એક બીજાને ડેટ કરવા લાગ્યા હતા. બે વર્ષ બાદ અભિષેકે પણ ફિલ્મોમાં ડેબ્યુ કર્યું અને બંનેએ સાથે ફિલ્મ સાઈન કરી. આ પછી તેમની સગાઈની પણ જાહેરાત થઈ હતી પરંતુ પછી તેમના તૂટેલા સંબંધો બધાને ચોંકાવી દીધા હતા.
(Edited By- Monica Sahu) 
 
- વર્ષ 2002માં અમિતાભ બચ્ચ્નના બર્થડે પર અભિષેક અને કરિશ્માની સગાઈ થઈ હતી.  
 
દુર્ભાગ્યવશ અચાનક બંનેનો સંબંધ તૂટી ગયો અને બંનેના લગ્ન થતા થતા રહી ગયા.  સમાચાર મુજબ અભિષેકની મા જયા બચ્ચન નહોતી ઈચ્છતી કે તેમની વહુ લગ્ન પછી કામ કરે. પણ કરિશ્માને તેમનો આ પ્રસ્તાવ મંજૂર નહોતો.  જેને કારણે બંનેના લગ્ન અધૂરા રહી ગયા. 
કરિશ્મા સાથે બ્રેકઅપ પછી અભિષેક બચ્ચન એશ્વર્યાના સંપર્કમાં આવ્યા.  બંનેની મુલાકાત વર્ષ 1997માં એક ફિલ્મના સેટ પર થઈ હતી. ત્યારબાદ બંનેને પહેલીવાર વર્ષ 2000માં ફિલ્મ ઢાઈ અક્ષર પ્રેમ કે માં એક સાથે કામ કર્યુ. ત્યારબાદ બંને એક સાથે અનેક ફિલ્મોમાં જોવા મળ્યા. 
 
વર્ષ 2004માં બંટી ઔર બબલીના ગીત કજરા રે ની શૂટિંગ દરમિયાન બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. 14 જાન્યુઆરી 2007માં બંનેની સગાઈ થઈ ગઈ અહ્તી અને સગાઈના ત્રણ મહિના પછી કપલ લગ્નના બંધનમાં બંધાય ગયા. 20 એપ્રિલ 2007માં બંનેની લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા. વર્ષ 2011માં એશ્વર્યાએ આરાધ્યાને જન્મ આપ્યો.