મંગળવાર, 12 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 11 એપ્રિલ 2023 (14:04 IST)

KKBKJ Poster- 'કિસી કા ભાઈ કિસી કી જાન' નો રોમાંટિક પોસ્ટર સામે આવ્યુ

KKBKJ Poster
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ઈદ 2023ના અવસર પર તેની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' લઈને આવી રહ્યો છે. સલમાન ખાનની આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના મેકર્સ ફિલ્મના લગભગ તમામ ગીતો રિલીઝ કરી રહ્યા છે. તે જ સમયે, મેકર્સે તાજેતરમાં જ ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી છે.
'કિસી કા ભાઈ કિસી કી જાન'ના ટ્રેલરની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી ત્યારથી ચાહકો ખૂબ જ ખુશ છે. તે જ સમયે, સલમાન ખાને ફિલ્મનું એક રોમેન્ટિક પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટરમાં સલમાન ખાન પૂજા હેગડે સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યો છે.