રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 11 એપ્રિલ 2023 (12:08 IST)

Breaking: સલમાન ખાનને 30મી એપ્રિલે શૂટ કરવાની મળી ધમકી ?

salman khan
Salman Khan receives death threat again: બોલીવુડ સ્ટાર સલમાન ખાનના ફેંસ માટે એકવાર ફરી ઝટકો આપનાર સમાચાર સામે આવ્યા છે.  તાજેરમાં જ સલમાન ખાનને ધમકી ભર્યો મેલ આવ્યો છે. જ્યારબાદ તેમની સુરક્ષા વધારવામાં આવી હતી. પણ હવે એકવાર ફરી  સલમાનને જાનથી મારવાની ધમકી આપવામાં આવી છે.  કૉલ કરનારાએ આ વખતે અટેક કરવાની તારીખ પણ બતાવી દીધી છે. 
 
પોલીસ કંટ્રોલ રૂમમાં આવ્યો કોલ  
 
સલમાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ફોન કરનારે પોલીસ કંટ્રોલને ફોન કરીને કહ્યું કે તે 30મીએ સલમાન ખાનને મારી નાખશે. ફોન કરનારે પોતાને રોકી ભાઈ તરીકે ઓળખાવ્યો અને કહ્યું કે તે જોધપુરના ગાય રક્ષક છે. આ કોલ મુંબઈ પોલીસ કંટ્રોલને ગયા સોમવારે રાત્રે 9 વાગ્યે મળ્યો હતો. ધમકીભર્યા કોલ બાદ મુંબઈ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
 
તાજેતરમાં જ લીધી બુલેટપ્રુફ કાર

ઉલ્લેખનીય છે કે બોલીવુડના દબંગ સલમાન ખાનને સતત જીવથી મારવાની ધમકી મળતી હોવાથી તેમણે પોતાની કાર કલેક્શનમાં એક નવી બુલેટ પ્રૂફ કાર ઉમેરી છે.  છેલ્લા કેટલાક સમયથી તેમને એક પછી એક ધમકીઓ મળી રહી છે. ગયા મહિને અભિનેતાને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈમેલ પણ મળ્યો હતો. જે બાદ અભિનેતાની મુંબઈ પોલીસે સુરક્ષા વધારી દીધી હતી. આ દરમિયાન સલમાન ખાને નવી બુલેટફ્રુટ કાર ખરીદી છે. જે વિદેશથી આયાત કરવામાં આવી  છે. સલમાને પોતાના કાફલામાં નિસાન પેટ્રોલ એસયુવી(Nissan Patrol SUV) નો ઉમેરો કર્યો છે. હાલ આ વાહન ભારતીય બજારમાં લોન્ચ પણ કરવામાં આવ્યું નથી.