રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 10 એપ્રિલ 2023 (14:17 IST)

Mouni Roy સાથે શર્ટલેસ થઈને નાચ્યો અક્ષય કુમાર

Akshay Kumar Trolled for sirtless Dance: અક્ષય કુમાર આ દિવસોમાં તેની વર્લ્ડ ટૂર 'ધ એન્ટરટેનર'ને લઈને ચર્ચામાં છે. ભૂતકાળમાં, તે અમેરિકામાં મૌની રોય, સોનમ બાજવા જેવી સુંદરીઓ સાથેના કાર્યક્રમોમાં વ્યસ્ત હતો. જો કે, હવે ત્યાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેના કારણે લોકો સોશિયલ મીડિયા પર ખિલાડી કુમારને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.
 
વાયરલ વીડિયોમાં અક્ષય કુમાર તેના ગીત 'ઓ બલમા' પર એક્ટ્રેસ મૌની રોય અને સોનમ બાજવા સાથે સ્ટેજ પર શર્ટલેસ ડાન્સ કરતો જોવા મળે છે. કેટલાક લોકોએ અક્ષયની એનર્જી, ફિટનેસ અને ડાન્સના વખાણ કર્યા તો ઘણા લોકોએ તેને શર્ટલેસ હોવાના કારણે ટ્રોલ કર્યો. શર્ટલેસ હોવા પર એક યુઝરે ખિલાડી કુમારને 'બેશરમ' પણ કહ્યો.