ગુરુવાર, 5 ઑક્ટોબર 2023
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 13 જાન્યુઆરી 2023 (13:53 IST)

VIDEO: વિરાટ-ઈશાનના ડાંસ સ્ટેપ્સ જોઈને બધા થઈ ગયા હેરાન, કોહલી બની ગયા સલમાન ખાન

virat surya
ભારતે શ્રીલંકા વિરુદ્ધ (India vs Sri Lanka) વનડે સીરિઝની બીજી મેચ 12 જાન્યુઆરીના રોજ ઈડન ગાર્ડન્સમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 4 વિકેટથી જીત નોંધાવીને સીરીઝમાં 2-0થી અજેય બઢત બનાવી લીધી છે. અગાઉની મેચમાં સદી મારનારા ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) ની બેટ બીજી વનડેમાં ચાલી નહી. છતા તેમણે ફેંસને પોતાના દિવાના બનાવી લીધા છે. વિરાટ કોહલીએ મેચ દરમિયાન સલમાન ખાનના સ્ટેપ્સ કરી નાખ્યા, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. 

 
વીડિયોમાં ફિલ્ડિંગ કરતી વખતે વિરાટ કોહલી સલમાન ખાનની ફિલ્મના ગીત પર ડાન્સ કરતો જોવા મળે છે. જે બાદ ફેંસ આનંદથી ઉછળી પડ્યા હતા. તે જ સમયે, એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુવા બેટ્સમેન ઈશાન કિશન પણ વિરાટ સાથે ડાન્સ કર્યો હતો. બંને ખેલાડીઓ ડાન્સ માટે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ રહે છે. ઈશાન કિશન અત્યાર સુધી આ સિરીઝમાં પ્લેઈંગ-11નો ભાગ બન્યો નથી. તેણે ગયા મહિને બાંગ્લાદેશ સામેની વનડેમાં ધમાકેદાર બેવડી સદી ફટકારીને ઘણા મોટા રેકોર્ડ તોડ્યા હતા.
 
વિરાટ કોહલીએ 2023માં શાનદાર શરૂઆત કરી
 
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન માટે ત્રણ વર્ષ ખૂબ જ ખરાબ રહ્યા. પરંતુ વર્ષ 2022માં તેનું રન મશીન ફરી શરૂ થયું છે. ત્રણ વર્ષ બાદ એશિયા કપ દરમિયાન કોહલીએ સદીનો દુષ્કાળ ખતમ કર્યો. જે બાદ તેણે બાંગ્લાદેશ સામે વનડેમાં પણ શાનદાર સદી ફટકારી હતી. આ સાથે જ કોહલીએ 2023ની શરૂઆત પણ શાનદાર સદી સાથે કરી છે.
 
શ્રીલંકા અને ભારત વચ્ચે શ્રેણીની છેલ્લી મેચ 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે. આ મેચમાં જોવાનું રહેશે કે વિરાટ કોહલી મોટો સ્કોર કરવામાં સફળ રહે છે કે નહીં. ભારતીય ટીમ વનડે વર્લ્ડ કપ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.