રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 1 એપ્રિલ 2023 (13:59 IST)

ધોનીને જોઈને અરિજિત સિંહ પોતાની ભાવનાઓ પર કાબૂ ન રાખી શક્યા, માહીના પગે પડયો

dhoni
MS Dhoni Arijit Singh: IPL ઓપનિંગ સેરેમનીમાં ગાયક અરિજિત સિંહે પોતાના ગીતો વડે ચાહકોના દિલ જીતવા ઉપરાંત એવું કઈક કર્યું જેને જોઈને ફેન્સ ઈમોશનલ થઈ ગયા. ઉલ્લેખનીય છે કે ઓપનિંગ સેરેમની દરમિયાન જ્યારે ધોની સ્ટેજ પર અરિજિત સિંહની નજીક પહોંચ્યો ત્યારે ગાયક પોતાની ભાવનાઓ પર કાબૂ ન રાખી શક્યો અને તેણે ધોનીના પગને સ્પર્શ કર્યો. અરિજિત સિંહનો ધોની પ્રત્યેનો આ પ્રેમ જોઈને ફેન્સને સોશિયલ મીડિયા પર આ તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે. જણાવી દઈએ કે અરિજિત સિંહે IPL ઓપનિંગ સેરેમનીમાં પોતાના ગીતોથી સમા બાંધી દીધો, પરંતુ જ્યારે IPL ઓપનિંગ સેરેમનીમાં ધોનીનું આગમન થયું પછી તો ચાહકોની ખુશી સાતમા આસમાને પહોંચી ગઈ હતી.
 
શુબમન ગિલની અડધી સદીને કારણે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે શુક્રવારે અહીં ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટથી હરાવીને ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં તેમના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી.  સુપર કિંગ્સના 179 રનના લક્ષ્‍યાંકનો પીછો કરતા ગુજરાતની ટીમે ગીલની (36 બોલમાં 63 રન)ની અર્ધસદીની મદદથી ચાર બોલ બાકી રહેતા પાંચ વિકેટે 182 રન બનાવીને જીત મેળવી હતી, જે આ ટીમ સામેની ત્રણ મેચમાં તેની ત્રીજી જીત છે.
 
મેચમાં ગુજરાત ટાઇટન્સના રાશિદ ખાને અજાયબી કરી હતી અને 2 વિકેટ લીધી હતી, આ સિવાય તેણે 3 બોલમાં 10 રન ફટકાર્યા હતા જેણે મેચનો પલટો ફેરવી દીધો હતો.