બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Modified: શુક્રવાર, 31 માર્ચ 2023 (07:29 IST)

CSK vs GT: ચેન્નઈ સુપર કિંગ્સને મોટો ફટકો, પ્રથમ મેચમાંથી બહાર થઈ શકે છે MS ધોની

CSK vs GT: IPL 2023: IPLની 16મી સિઝન આજથી શરૂ થવા જઈ રહી છે. સિઝનની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચાર વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સુકાની એમએસ ધોની ડાબા ઘૂંટણની ઈજાને કારણે તેમની પ્રથમ મેચ મિસ કરી શકે છે. આવી સ્થિતિમાં, તે CSK માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે.
 
હજુ સુધી કશું સ્પષ્ટ નથી 
 
ચેન્નઈમાં પ્રેક્ટિસ દરમિયાન ધોનીને આ ઈજા થઈ હતી. આ સમાચાર પછી ચાહકો ખૂબ જ નારાજ છે, પરંતુ ટીમના સીઈઓએ આવી કોઈ શક્યતાને નકારી કાઢી છે. જોકે, આ ઈજાને કારણે ધોનીએ ગુરુવારે અહીં મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ દરમિયાન બેટિંગ કરી નહોતી.  તેના પરથી લાગી રહ્યું છે કે ધોની મેચ માટે સંપૂર્ણ રીતે ફિટ નથી. જો ધોની સિઝનની પ્રથમ મેચ નહીં રમે તો CSKની ટીમ વિકેટકીપિંગની જવાબદારી અંબાતી રાયડુ અથવા ન્યૂઝીલેન્ડના ડેવોન કોનવેને સોંપી શકે છે, કારણ કે તેમની પાસે અન્ય કોઈ વિકેટ-કીપર બેટ્સમેન નથી.
 
ધોની કોઈપણ ટૂર્નામેન્ટ પહેલા ઘણી પ્રેક્ટિસ કરે છે, પરંતુ પોતાની એનર્જી બચાવવા માટે તે ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા વધારે પ્રેક્ટિસ કરવાનું ટાળે છે. આ ઉંમરમાં ખેલાડીને જલ્દી હેલ્થ રીલેટેડ સમસ્યા થઈ શકે છે, આવી સ્થિતિમાં, IPLની લાંબી સિઝનને ધ્યાનમાં રાખીને ધોની વધુ જોખમ લેવા માંગતો નથી.
 
આ સ્ટાર ખેલાડી થયો બહાર 
 
IPL 2023ની પ્રથમ મેચ પહેલા CSKએ અન્ય એક સ્ટાર ખેલાડીને ગુમાવ્યો હતો. આ બોલરે ગત સિઝનમાં દીપક ચહરની ગેરહાજરીમાં શાનદાર બોલિંગ કરી હતી. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ મુકેશ કુમાર છે. ગત સિઝનમાં 16 વિકેટ લેનાર મુકેશ ઈજાના કારણે આઈપીએલમાં એક પણ મેચ રમી શકશે નહીં. તેના સ્થાને CSKએ યુવા ખેલાડી આકાશ સિંહને ટીમમાં સામેલ કર્યો છે. આકાશ વર્ષ 2020માં ભારત માટે અંડર 19 વર્લ્ડ કપ રમી ચૂક્યો છે. તે પણ મુકેશની જેમ લેફ્ટ આર્મ બોલર છે.